પહેલા આ મર્યાદા ૨૫૦૦૦ નક્કી કરવામાં આવી હતી
ન્યુ દિલ્હી,તા.૧૭
વડાપ્રધાન કાર્યાલય (પી.એમ.ઓ.) થી મળેલા આદેશો બાદ રેલવેએ વધુને વધુ સ્ટેશન પર એસ્કેલેટરની સુવિધા પૂર્ણ કરવાના નિર્ણયને બદલી નાખ્યો છે. હવે તે જ સ્ટેશન પર એસ્કેલેટરની સુવિધા ઉપલબ્ધ કરાશે જ્યાં મુસાફરોની સંખ્યામાં ઓછામાં ઓછી એક લાખ હોય, જ્યારે પહેલા આ મર્યાદા ૨૫,૦૦૦ નક્કી કરવામાં આવી હતી. આ રીતે, ઘણા નવા સ્ટેશનો પર એસ્કેલેટરની સુવિધા નહી કરવામાં આવે કારણકે મોટા સ્ટેશનો પર આ સુવિધા પહેલેથી કરવામાં આવી છે.
રેલ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “તાજેતરની માર્ગદર્શિકા અનુસાર, અમે જૂરૂરીયાતની સમીક્ષા કરી રહ્યા છીએ અને તે મુજબ નવા એસ્કેલેટર લગાવવામાં આવશે. “સ્ટેશન પર વધુ સારી સુવિધા પૂરી પાડવામાં રેલવેએ પહેલા વૃદ્ધ અને શારીરિક રીતે નબળા લોકોને સુવિધા મળી રહે તે હેતુથી સમગ્ર દેશમાં લગભગ ૨,૫૦૦ એસ્કેલેટર મૂકવાની જાહેરાત કરવામાં આવી હતી. એક સ્કેલેટર લગાવવા પર રેલવેને એક કરોડનો ખર્ચ લાગે છે. રેલવેને અંદાજ એ કે મોટા પાયે એસ્કેલેટર મૂકવાથી તેના ખર્ચમાં ઘટાડો થશે.
પહેલની નીતિ અનુસાર, સૌથી વધુ અવર-જવર વાળા સ્ટેશનન પર એસ્કેલેટરને લગાવવાના નિર્ણય પર પહેલા વધુ સ્ટેશનની પસંદ કરવામાં આવે છે. પહેલાં ૮ રોડથી ૬૦ કરોડ વાર્ષિક રિઝર્વેશન સ્ટેશન્સ પર આ સુવિધાની જોગવાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એપ્રિલમાં કરેલી સમીક્ષામાં મોટા પાયે એસ્કેલેટર મૂકવાની યોજનાથી લાભ નહી થવાના કારણે ભીડ-ભાડ વાળી જગ્યાઓ પર જ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






