કાશ્મીર પર યુએનનો રિપોર્ટ ખોટો,આ દેશનો આંતરિક મામલો છે : ઓવૈસી

0
63

ભલે હું મોદીનો વિરોધ કરું પરંતુ દેશની વાત આવે ત્યારે સરકારનું સમર્થન કરુ છું
હૈદરાબાદ,તા.૧૭
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના કટ્ટર વિરોધી ગણાતા એઆઈએમએમ પાર્ટીના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી નરેન્દ્ર મોદીને સમર્થન આપવાની વાત કરે તો આશ્ચર્ય થવુ સ્વાભાવિક છે પણ આ હકીકત છે.
વાંચીને નવાઈ લાગશે પણ ઓવૈસીએ જાહેરમાં આ વાત કહી છે.ઓવૈસીએ હૈદ્રાબાદ સ્થિત મક્કા મસ્જીદમાં બોલતા કાશ્મીરમાં માનવ અધિકારોના ઉલ્લંઘન પરના યુનાઈટેડ નેશન્સના રિપોર્ટને ફગાવી દેતા કહ્યુ હતું કે આ દેશનો આંતરિક મામલો છે.
ભલે હું મારા છેલ્લા શ્વાસ સુધી વડાપ્રધાન મોદીનો વિરોધ કરું જ્યારે દેશની વાત આવી છે ત્યારે હું સરકારનુ સમર્થન કરું છું અને ભલે તે કોઈ પણ પાર્ટીની સરકાર હોય..
ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ ૧૪ જુને પહેલો રિપોર્ટ બહાર પાડ્યો હતો. જેમાં જમ્મુ કાશ્મીર તેમજ પાકિસ્તાનના કબ્જાવાળા આઝાદ કાશ્મીરમાં માનવઅધિકારોના ભંગના મુદ્દે આંતરરાષ્ટ્રીય તપાસ કરાવવાની માંગણી કરી હતી.
જેના પર ભારતે આકરો વિરોધ પ્રદર્શીત કરીને આખા અહેવાલને ગેરમાર્ગે દોરનારો અને ભ્રામક ગણાવ્યો હતો. ભારતે કહ્યુ હતું કે સંયુક્ત રાષ્ટની વિશ્વસનિયતા આવા અહેવાલથી ઓછી થઈ રહી છે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY