બંગાળમાં બાળકીએ પિસ્ટલને રમકડું સમજી ફાયરિંગ કર્યું, માતા ઘાયલ

0
9

કોલકાત્તા,
પશ્ચિમ બંગાળના હૂગલી જિલ્લામાં એક બાળકીએ પિસ્ટલમાંથી ફાયરિંગ કરતા તેની માતા ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ છે. બાળકીની માતાને તેના ઘરની બહારથી આ પિસ્ટલ મળી હતી. તેણે તેને રમકડાની સમજીને બાળકીને રમવા માટે આપી દીધી હતી. પિસ્ટલ લોડેડ હોવાથી રમતાં રમતાં બાળકીએ ટ્રિગર દબાવી દેતા તેમાંથી ફાયરિંગ થયું હતું.
પોલીસના જણાવ્યા પ્રમાણે, કાકોલી જાના નામની મહિલાને તેના ઘરની બહાર ગાર્ડનમાંથી રવિવારે સવારે પિસ્ટલ મળી હતી. તેણીને લાગ્યું હતું કે આ રમકડાની પિસ્ટલ છે.
માતાએ આ પિસ્ટલને રમવા માટે તેની દીકરીને આપી દીધી હતી. બાળકીએ રમી રહી હતી ત્યારે અકસ્માતે તેમાથી ફાયરિંગ થયું હતું. પિસ્ટલમાથી છૂટેલી ગોળી મહિલાની પીઠમાં ઘૂસી ગઈ હતી.
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, “મહિલાને અરામબાગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. તેની હાલત ખૂબ જ ગંભીર છે.
બનાવ બાદ પોલીસે પૂછપરછ માટે બાળકીની અટકાયત કરી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “બાળકીએ પૂછપરછમાં પિસ્ટલમાંથી અચાનક ફાયરિંગ થયું હોવાનું તેમજ તેની માતાને ગોળી વાગી હોવાનું જણાવ્યું હતું.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY