વૃદ્ધોનો સહારો બનશે સરકારઃ ૨૯૨ જિલ્લામાં શરૂ થશે ‘વયોશ્રી’ યોજના

0
17

ન્યુ દિલ્હી,
વૃદ્ધોને સરકાર હવે બેસહારા નહીં છોડે. સરકારે વૃદ્ધો માટે શરૂ કરેલી ‘વયોશ્રી’ યોજનાને લાભ દેશના તમામ વૃદ્ધો સુધી પહોંચાડવાનો નિર્ણય લીધો છે. આ હેઠળ પ્રથમ તબક્કામાં યોજનાનો વિસ્તાર ૨૯૨ જિલ્લા સુધી વધશે. અત્યાર સુધી આ યોજના પ્રત્યેક રાજ્યના માત્ર બે–બે જિલ્લામાં જ લાગુ છે. યોજનામાં સામેલ કરાયેલા નવા જિલ્લાઓમાં તમામ પછાત જિલ્લા સહિત એસસી/એસટીની વધુ વસતીવાળા જિલ્લાને સામેલ કરવામાં આવ્યા છે.
વૃદ્ધો માટે શરૂ કરવામાં આવેલી આ યોજના હેઠળ સરકાર વધી રહેલી ઉમર સાથે તેના સ્વાસ્થ્ય સાથે જાડાયેલી જરૂરિયાતોને પૂરી કરે છે. આ હેઠળ તેને ચશ્મા, લાકડી, ટ્રાઈસિકલ, ટ્રાઈ મોટર અને સાંભળવાનું મશીન વગેરે આપવામાં આવશે. હવે લોકસભા ચૂંટણીને એક વર્ષનો સમય બાકી છે તેથી સરકાર આ પાસાને પણ નજરઅંદાજ કરવા માગતી નથી. આ યોજના દ્રારા સરકાર એ પરિવારો લોકપ્રિયતા વધારી શકશે. આ જ કારણ છે કે આગામી છ મહિનાની અંદર ૧૦૦ જિલ્લામાં યોજનાને પહોંચાડવાનું લય નક્કી કરવામાં આવ્યું છે. આ માટે યોજના સાથે જાડાયેલા એલિમ્કો (આટિર્ફીશ્યલ લિમ્બસ મેન્યુફેકચરિંગ કોર્પેરેશન ઓફ ઈÂન્ડયા)ને ઝડપથી કામ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ હેઠળ એલિમ્કોને જિલ્લા તત્રં સાથે મળીને સર્વે કરાવવા માટે કહેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે યોજના હેઠળ પહેલાં સર્વે કરાવવામાં આવે છે તેના દ્રારા જિલ્લામાં જરૂરિયાતમદં લોકોની પસંદગીનું કામ થાય છે. ત્યારબાદ કેમ્પ દ્રારા ઉપકરણોનું વિતરણ કરવામાં આવશે.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY