બેન્ક કૌભાંડોમાં હવે વકીલો,સીએ,વેલ્યુઅરો સામે પણ એફઆઈઆર દાખલ થશે

0
15

ન્યુ દિલ્હી,
દેશમાં બેન્ક કૌભાંડોની કોઈ સીમા રહી નથી અને બેન્ક કૌભાંડોને લીધે સરકારની અને બેન્કોની તેમજ જનતાની હાલત કફોડી થઈ ગઈ છે માટે હવે બેન્કો સાથે મળીને ગોટાળા કરનારા લોકોની સામે જે એફઆઈઆર દાખલ થાય છે તેમાં હવે મદદગારી કરનારા વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો અને વેલ્યુઅરો સામે પણ એફઆઈઆર દાખલ થશે.
નીરવ મોદી નામના મહાચોર દ્રારા હજારો કરોડો રૂપિયાના કૌભાંડો બહાર આવ્યા બાદ પીએનબીની હાલત કફોડી થઈ છે ત્યારે પીએનબીએ ગયા અઠવાડિયે પોતાની કચેરીઓને એવી સુચના આપી હતી કે એફઆઈઆરમાં માત્ર બોરોઅર એટલે કે કરજ લેનારનું નામ કે પછી ગેરેંટરીનું નામ જ નહીં બલ્કે એડવોકેટ, એકાઉન્ટન્ટ અને વેલ્યુઅર જેવી થર્ડ પાર્ટીના નામ પણ સામેલ કરવામાં આવે. (જા એમણે કૌભાંડમાં મદદગારી કરી હોય તો)
નકલી પ્રોપર્ટી ટાઈટલ ડીડ, બોગસ સરનામા અને ઈન્કમટેકસ રિટર્નના આધાર પર લોન લેવામાં આવી છે અને તેને પગલે ૧૪ જૂને પીએનબીના ફ્રોડ રિસ્ક મેનેજમેન્ટ ડિવિઝન દ્રારા નવી એડવાઈઝરી જારી કરવામાં આવી હતી.
કૌભાંડીયાઓ સાથે મીલીભગત કરનારા લીગલ અથવા તો ટેકસ પ્રોફેશ્નલોને બેન્કો મોટાભાગે બ્લેકલિસ્ટ કરે છે પરંતુ બેડલોનમાં વધારો થવાથી અને વીલફુલ ડિફોલ્ટરો વિરુદ્ધ વધી રહેલા ગુસ્સાને લઈને બેન્કોએ કોઈ છૂટછાટ નહીં આપવાનો નિર્ણય જાહેર કર્યે છે. બેન્ક લોન આપતાં પહેલાં જેનરલી વકીલો તરફથી જારી થતાં ટાઈટલ સર્ચ અને સી.એ.તરફથી જારી થતાં સોલવન્સી સહિતના બીજા સટિર્ફીકેટ આપવામાં આવે છે.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY