બાળકને દત્તક લેવાની પ્રક્રિયામાં હવે જિલ્લા મેજિસ્ટ્રેટને ફાઈનલ ઓથોરિટી

0
13

ન્યુ દિલ્હી,
હવે દેશમાં બાળકોને દત્તક લેવાની પ્રક્રિયા ઝડપી બનશે અને ફાઈનલ ઓથોરિટી જિલ્લા મેજિસ્ટ્રેટ જ ગણાશે તેવો નિર્ણય લેવાયો છે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના નેતૃત્વ હેઠળની આંતર મંત્રીઓની પેનલ દ્રારા આ પ્રકારની દરખાસ્ત પર ગઈકાલે મંજૂરીની મહોર મારી દેવાઈ હતી.
હવે જિલ્લા મેજિસ્ટ્રેટો જ ફાઈનલ ઓથોરિટી ગણાશે અને બાળકને દત્તક લેવાની પ્રક્રિયામાં એમનો રોલ જ મહત્વનો રહેશે. અત્યારે દત્તક લેવા માગતા દંપતીએ સિવિલ કોર્ટ જવું પડે છે. સિવિલ કોર્ટેમાં આવા કેસનો ભરાવો છે અને ઘણા લાંબા સમય સુધી દંપતીએ વાટ જાવી પડે છે ત્યારબાદ જ એમને બાળક દત્તક મળે છે.
દંપતીએ સિવિલ કોર્ટ અથવા ફેમિલી કોર્ટમાં ફાઈનલ વિધિ માટે જવું પડે છે તે સિસ્ટમ સમા થઈ જશે અને હવે જિલ્લા મેજિસ્ટ્રેટ જ ફાઈલ કલીયર કરશે.
મંત્રાલયોએ આ સુધારાની દરખાસ્ત કેબિનેટ સમક્ષ મોકલી હતી અને તેને મંજૂરી આપી દેવાઈ છે. સેન્ટ્રલ એડોપ્શન રિસર્ચ ઓથોરિટી નામની બોડી બાળકને દત્તક લેવાના કેસોની સમીક્ષા કરે છે અને નિયમનની ખરાઈ કરે છે.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY