ન્યુ દિલ્હી,તા.૨૯
સુપ્રીમ કોર્ટમાં અયોધ્યાની સુનાવણી જાન્યુઆરી સુધી ટળી ગયા બાદ હિન્દુવાદી સંગઠનોએ મોદી સરકાર પર રામ મંદિર બનાવવા માટે દબાણ વધારવાનું શરૂ કર્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)એ પણ સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ સોમવારે કેન્દ્ર સરકારને રામ મંદિર માટે વટહુકમ લાવવાની માંગ કરી છે. આ ઉપરાત ભાજપની સહયોગી પાર્ટી શિવસેના અને શિયા વક્ફ બોર્ડે પણ આવી જ માંગ કરીને કેન્દ્ર સરકાર પર દબાણ વધાર્યું છે.
શિવસેના નેતા રાઉત બોલ્યા રામ મંદિર બને
શિવસેના નેતા સંજય રાઉતે જણાવ્યું કે કોર્ટ અયોધ્યા મામલા પર શું નિર્ણય આપે છે, અમારૂ ધ્યાન તેના પર નથી. કોર્ટને પૂછીને અમે બાબરી મસ્જિદને જમીન દોસ્ત નહતી કરી. કોર્ટથી અનુમતિ લઈને કારસેવક માર્યા નહોતા ગયા. અમે ઈચ્છીએ છીએ કે, રામ મંદિર બનાવવામા આવે. અમે કરાચી-પાકિસ્તાનમાં રામ મંદિરની માંગ નથી કરી રહ્યાં. ઉદ્ધવ ઠાકરે અયોધ્યામાં જઈને પોતાની વાત રજૂ કરશે.
શિયા વક્ફ બોર્ડના ચીફે પણ વટહુકમની કરી વકાલત
શિયા વક્ફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીએ સોમવારે જણાવ્યું કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે સમય માંગશે. હું પીએમને મળીને આગ્રહ કરવા ઈચ્છું છું કે, તેઓ રામ મંદિરના નિર્માણ માટે વટહુકમનો રસ્તો અપનાવે. રિઝવીએ વિશ્વાસ અપાવ્યો કે અયોધ્યા વિવાદ કેસમાં જ્યારે પણ નિર્ણય આવશે ત્યારે બાબરી મસ્જિદના પક્ષકારોને હારનું મોઢું જાવું પડશે.
વીએસપી દ્વારા મંદિર નિર્માણ માટે ઓર્ડિશન લાવવાની વકાલત કરવામાં આવી છે. વીએસપીના પ્રવક્તાએ જણાવ્યું કે સંસદના શિયાળુ સત્રમાં મંદિર નિર્માણ માટે વટહુકમ લાવવામાં આવે. સુપ્રીમ કોર્ટના નિર્ણય પર વીએચપી પ્રવક્તાએ જણાવ્યું કે આ નિર્ણયમાં વિલંબ થશે. તેમણે જણાવ્યું કે તેઓ અયોધ્યામાં મંદિર નિર્માણ માટે પોતાનુ આંદોલન અને વધુ ઝડપી કરશે.
મહંત પરમહંસે આત્મદાહની ધમકી આપી
મહંત પરમહંસ દાસે સરકારને રામ મંદિર મામલે એક મહિનાની અંદર કાયદો બનાવવાની માંગ કરી છે. પરમહંસે જણાવ્યું કે ગત વખતે જ્યારે મેં અન્શન કર્યું હતું, ત્યારે મને જબરજસ્તી ઉઠાવી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. હું સરકારને રામ મંદિર પર તાત્કાલીક કાયદો બનાવવાની માંગ કરૂં છું. જા સરકાર આમ નહીં કરે તો હું ફરી અનશન પરે બેસીશ અને આત્મદાહ પણ કરીશ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




