૩ મહિનામાં સુરતથી શારજહાં વચ્ચે પ્રથમ આંતરરાષ્ટ્રીય ફલાઇટ ઉડશે

0
11

સુરત,
સુરત એરપોર્ટને કસ્ટમ નોટીફાઈડ જાહેર કરવામાં આવ્યાને ૮ દિવસ થઇ ચૂક્યા છે. ત્યારે હવે એર ઇન્ડીયા એક્સપ્રેસે પોતાની કાર્યવાહી તેજ કરી દીધી છે. એર ઇન્ડીયા એક્સપ્રેસ દ્વારા શારજહાં પ્રબંધનને સ્લોટ મોકલી આપ્યો છે. સુરત એરપોર્ટ કસ્ટમ નોટીફાઈડ જાહેર કરાયા બાદ સુરતથી શારજહાંની ફ્લાઇટ શરૂ થશે. જેના માટે સ્લોટ મોકલી શારજહાં પ્રબંધનની મંજૂરી માંગવામાં આવી છે.
સુરત એરપોર્ટને લિમિટેડ કસ્ટમ નોટિફાઈડ એરપોર્ટનો દરજ્જો મળ્યા બાદ હવે આંતરરાષ્ટ્રીય ફલાઇટ માટે કામ શરૂ થઇ ચૂક્યું છે.એર ઇન્ડીયા એક્સપ્રેસ દ્વારા હવે શારજહાં સ્લોટ કન્ફર્મ કરાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સુરત અને કોચીનના સ્લોટ પહેલેથી કન્ફર્મ થઇ ચૂક્યા છે. શારજહાંથી સ્લોટ કન્ફર્મ થયા બાદ ડીજીસીએને મોકલવામાં આવશે. આ પ્રક્રિયા પૂરી થવામાં ઓછામાં ઓછા ૨૦થી ૨૫ દિવસનો સમય લાગશે. ત્યાર પછી શિડ્યૂલ જાહેર કરવામાં આવશે. અંદાજિત ૩ મહિનામાં સુરતથી શારજહાંની પહેલી આંતરરાષ્ટ્રીય ફલાઇટ ઉડશે. ઉલ્લેખનીય છે કે પહેલા એર ઇન્ડીયા એક્સપ્રેસ કોચીનથી સુરતની કનેક્ટિવિટી મેળવશે અને ત્યાર બાદ કોચીન-સુરત-શારજહા અને શારજહા -સુરત-કોચીનની ફલાઇટમાં કન્વર્ટ કરશે.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY