શિક્ષણમંત્રીએ મંજૂર કરેલી ફાઈલ નાણાં મંત્રી પાસે અટવાઈ, શિક્ષકોનું આંદોલન

0
191

શિક્ષણ મંત્રીએ નાણા મંત્રીને ત્રણ વખત આ ફાઇલનું રિમાઇન્ડર આપ્યું હોવા છતાં ક્લિયર થઈ નહીં

ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને નાણામંત્રી નીતિન પટેલ વચ્ચે ફાઇલ અટવાઈ જતાં રાજ્યના સાત હજારથી વધુ ગ્રાન્ટેડ શાળાના ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકોએ આંદોલનના માર્ગે અપનાવ્યો છે.               શિક્ષકોના પગાર પંચના બાકી નાણાંની ફાઈલ અટવાઈ                   રાજ્યની ગ્રાન્ટેડ શાળાના ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકો અને કર્મચારીઓના પગાર તથા સાતમાં પગાર પંચના બાકી નાણાં અંગે ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રીને છ મહિના અગાઉ રજૂઆત કરવામાં આવી હતી.                                  શિક્ષણમંત્રીએ ત્રણવાર નાણાંમંત્રીને રિમાઈન્ડર આપ્યું હતું                         જેને પગલે શિક્ષણ મંત્રીએ તે અંગેની ફાઈલ મંજૂર કરીને નાણામંત્રીને 30-1-2018ના રોજ મોકલી હતી, પરંતુ આ ફાઇલનો નિકાલ ન થતાં મહામંડળ દ્વારા શિક્ષણ મંત્રી સમક્ષ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી. જેથી શિક્ષણ મંત્રીએ નાણા મંત્રીને ત્રણ વખત આ ફાઇલનું રિમાઇન્ડર આપ્યું હતું.

નાણાં મંત્રી સમક્ષ 10 વખત રજૂઆત કરી

આ અંગે ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખ પંકજભાઈ પટેલે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારા શિક્ષકોના પગાર અને સાતમા પગાર પંચના બાકી નાણાં અંગે શિક્ષણ મંત્રી સમક્ષ રજૂઆત કરી હતી. તે સમયે શિક્ષણ મંત્રીએ આ ફાઈલ મંજૂર કરી, નાણામંત્રી નીતિન પટેલને મોકલી હતી. આ ફાઈલની કાર્યવાહીમાં નાણામંત્રી દ્વારા કોઈ મંજૂરી આપવામાં ન આવતા અમે નાણામંત્રી નીતિન પટેલ સમક્ષ પણ આ અંગે દસ વખત રજૂઆત કરી હતી. આમ છતાં નાણામંત્રીનો એક જ જવાબ હતો કે સરકારની તિજોરી પર નાણાંનો બોજ પડતો હોવાથી આ અંગેની ફાઈલ હજુ ક્લિયર થઈ નથી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

શિક્ષણ મંત્રીએ ફાઈલ મંજૂર કરી, નાણામંત્રી નીતિન પટેલને મોકલી હતી

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY