ગુજરાતનો વિકાસ ખાડામાં ડગમગાયો
સોમનાથ,તા.૧
પ્રસિદ્ધ તીર્થધામ સોમનાથથી ભાવનગરને જોડતો નેશનલ હાઇવે ચોમાસા દરમ્યાન ખખડધજ બનતા મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હાલ શ્રાવણ મહિનો હોવાથી પ્રથમ જ્યોતિલિંગ સોમનાથના દર્શને બહોળી સંખ્યામાં યાત્રિકો આવતા હોય છે. પરંતુ હાઇવેની બિસ્માર હાલતને કારણે તેમણે ભારે મુશ્કેલી અને કષ્ટ વેઠવાનો વારો આવે છે.
આ દ્રશ્યો છે સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવેના. કોડીનારથી સોમનાથ સુધીનો ૪૦ કિલોમીટરનો લાંબો હાઇવે એટલો બિસ્માર બની ગયો છે કે તેને પસાર કરવો એટલે જાણે કે જંગ જીતવો. વરસાદને કારણે ઠેર-ઠેર મોટા ખાડાઓ પડી ગયા છે. જેના કારણે વાહનચાલકોની સ્થિતિ દયનીય બની ગઇ છે. શ્રાવણમાં હજારો શ્રદ્ધાળુઓ સોમનાથ દર્શને આવતા હોય છે. પરંતુ જર્જરિત રોડને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા શ્રદ્ધાળુઓઓ મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે.
એક તરફ ફોર ટ્રેકનું કામ ચાલે છે તો બીજી તરફ ભારેખમ ઓવરલોડેડ વાહનો ચાલી રહ્યા છે. રોડ મેઇન્ટનન્સનું કામ સંભાળતી એગ્રો લિમિટેડ દ્વારા રોડ રીપેરીંગનું કામ ન કરાતા નેશનલ હાઇવેની સ્થિતિ બદથી પણ બદતર બની છે. ગામડામાં ખેતરે જવાના કાચા રસ્તાઓને પણ સારા કહેવડાવે તેવી હાઇવેની હાલત છે.
આ બિસ્માર હાઇવે પરથી જ પસાર થઇને દેશ વિદેશના ટુરિસ્ટો પસાર થઈ દીવ ફરવા જતા હોય છે. તો દ્વારકા જવા માટે પણ ખખડધજ નેશનલ હાઇવે પરથી પસાર થવું પડે છે. ત્યારે તહેવારોમાં સોમનાથ-દ્વારકા જવા માટે યાત્રિકોએ આવા રોડ પરથી પસાર થઇ આકરી કસોટીમાંથી પાર ઉતરવું પડે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



