વંશવાદના કારણે રાજકારણમાં સામાન્ય માણસ માટે દરવાજા બંધ થઇ રહ્યાં છે

0
6

ન્યુ દિલ્હી,તા.૧૯
ઉત્તરપ્રદેશના સુલ્તાનપુરમાંથી બીજેપી સાંસદ અને દિવંગત કોંગ્રેસ નેતા સંજય ગાંધીના પુત્ર વરુણ ગાંધીએ સનસનીખેજ નિવેદન આપ્યું છે. તેમને કહ્યુ કે, વંશવાદના કારણે રાજકારણમાં સામાન્ય માણસ માટે હંમેશા માટે દરવાજા બંધ થઇ રહ્યાં છે. બેગ્લુંરુમાં વરુણ ગાંધીએ કÌšં કે, રાજકારણ સહિત મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં વંશવાદના કારણે હવે સામાન્ય માણસ માટે જગ્યા નથી રહી.
તેમને કહ્યુ કે, અમે રાજકારણમાં વધુ લોકો માટે કઇ રીતે દરવાજા ખોલી શકીએ? દરેક વ્યક્તિ જાણે છે કે રાજકારણમાં વંશવાદ ચાલી રહ્યો છે. દરેક રાજ્ય, જિલ્લા અને દેશમાં કેટલાક પરિવારો છે જે મહત્વપૂર્ણ છે આ દૂર્ભાગ્યપૂર્ણ પણ સત્ય છે.
વરુણ ફેડરેશન ઓફ કર્ણાટક ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તરફથી આયોજિત ‘ભારત કે ભવિષ્ય કે રાસ્તેઃ અવસર ઔર ચૂનોતીયાં’ વિષય પર આયોજિત એક કાર્યક્રમમાં બોલી રહ્યાં હતાં. તેમને દુઃખ સાથે કહ્યુ કે, કોઇપણ મહત્વપૂર્ણ ક્ષેત્ર આ ઘટનાથી વંચિત નથી રહ્યુ.
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે પણ આ પ્રકારનું નિવેદન આપ્યું હતું, તેમને કહ્યુ હતું કે, પ્રભાવશાળી પિતા કે દાદા વિના રાજકારણમાં જગ્યા બનાવવી મુશ્કેલ છે. તેમને કહ્યુ કે મારા નામ આગળ જા ગાંધી ના હોત તો હું બે-બે વાર સાંસદ ના બની શકતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY