ટીવી અભિનેત્રી નીરૂ અગ્રવાલનું નિધન

0
10

મુંબઈ,તા.૨
ટીવી શા ‘યે હૈ મોહબ્બતે’માં નીલૂનાં રોલમાં નજર આવેલી અભિનેત્રી નીરૂ અગ્રવાલનું નિધન થઈ ગયું છે. શા સાથે જાડાયેલા નજીકનાં સૂત્રોનું કહેવું છે કે નીરૂ છેલ્લા ૪ વર્ષથી તાવને કારણે પરેશાન હતી. મંગળવારે સવારે તે બાથરૂમમાં પડી ગઈ હતી. હોસ્પિટલ લઈ ગયા પહેલા જ તેનું મોત થઈ ગયું હતુ.
શાની સ્ટારકાસ્ટે નીરૂનાં નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ઘણી જ નાની ઉંમરમાં નીરૂએ દુનિયા છોડી દેતા દિવ્યાંકા દુખી છે. તેણે સોશિયલ મીડિયા પર નીરૂ માટે એક ઇમોશનલ પોસ્ટ લખી છે.
અભિનેત્રીએ લખ્યું કે, ‘જ્યારે તુ અચાનક જ જતી રહી છે તો હું આપણી જુની યાદોને વાગોળી રહી છું. તારી ફેવરેટ ગાલ્ડ જ્વેલરી, તારા બે બાળકો વિશે. હું તારી અવાજમાં ગર્વ અનુભવી શકું છું. કાશ, તું તેમની સાથે વધારે સમય પસાર કરી શકત. કાશ, હું તે દિવસે મે તારી સાથે વધારે વાતો કરી હતી.
તે વધુમાં લખે છે, ‘તારા અચાનક જવાથી મને એ અહેસાસ થયો છે કે જિંદગી કેટલી નાની છે. કાશ, હું તને એ કહી શકી હોત કે તુ ઘણું જ મહત્વ રાખતી હતી. ભગવાન તારી આત્માને શાંતિ આપે.’ દિવ્યંકા ઉપરાંત કરણ પટેલ અને અલી ગોનીએ પણ અભિનેત્રીનાં નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે ‘યે હૈ મોહબ્બતે’માં નીરૂ રમન અને ઇશિતાનાં ઘરમાં નોકરાણીનાં પાત્રમાં હતી. સીરિયલની શરૂઆતથી જ નીરૂ આનો ભાગ હતી. તેને ૨ દીકરા અને ૧ દીકરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY