યુએનએસીમાં એશિયા-પેસિફિક બેઠક માટે ઈન્ડોનેશિયાની જીત, ભારતે માલદીવ વિરુદ્ધ કર્યુ વોટિંગ

0
12

ન્યુ દિલ્હી,
સંયુક્ત રાષ્ટÙ સુરક્ષા પરિષદની અસ્થાયી બેઠક માટે તાજેતરમાં થયેલી ચૂંટણીમાં ભારતે કોની તરફેણમાં વોટ કર્યો માલદીવ અથવા ઈન્ડોનેશિયા? આ સવાલનો જવાબ મળી ચુક્યો છે. માલદીવ સતત ભારતના સમર્થનનો દાવો કરી રહ્યુ છે કે ભારત સરકારે તેની વિરુદ્ધ વોટ કર્યો છે. રાજદ્વારી સૂત્રોનું કહેવું છે કે ભારતે માત્ર ઈન્ડોનેશિયાની તરફેણમાં વોટ કર્યું નથી. પરંતુ એ પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે હિંદ મહાસાગરમાં તેના પાડોશી માલદીવનું ચૂંટણી પ્રદર્શન ફીકું રહે.
આખરે યુએનએસીમાં એશિયા-પેસિફિક બેઠક માટે ઈન્ડોનેશિયાએ માલદીવને પાછળ છોડતા મોટા અંતરથી જીત પ્રાપ્ત કરી છે. આઠમી જૂને થયેલી ચૂંટણીમાં માલદીવને માત્ર ૪૬ દેશોનો ટેકો મળ્યો હતો. જ્યારે ઈન્ડોનેશિયાને ૧૪૪ દેશોનું સમર્થન મળ્યું હતું. ભારતે માલદીવ વિરુદ્ધ માત્ર વોટ જ નથી કર્યો. પરંતુ એ પણ સુનિશ્ચિત કર્યું હતું કે માલદીવનું ચૂંટણીમાં પ્રદર્શન પણ નબળું રહે. જેને કારણે માલદીવની આખરી ટેલી પણ તેમની આશાઓ કરતા પણ ખાસી નબળી રહી હતી. ઘણાં દેશોએ માલદીવને એટલા માટે વોટ કર્યો નહીં. કારણ કે ભારતે ઈન્ડોનેશિયાને સમર્થન આપવાના સંકેત આપ્યા હતા.
જા કે એક સમયે માલદીવે દાવો કર્યો હતો કે તેને ૬૦ દેશોએ લેખિતમાં તેને સમર્થન આપ્યું છે અને ૩૦થી વધુ દેશોએ મૌખિતપણે તેને વોટ આપવાની ખાતરી આપી હતી. ભારતે પણ પહેલા માલદીવને સમર્થન આપવાની વાત કહી હતી. પરંતુ આ પગલું માલદીવ વિરુદ્ધ પહેલી દંડનાત્મક કાર્યવાહી તરીકે જાવાઈ રહ્યુ છે.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY