માલ્યાએ રૂ. ૩,૭૦૦ કરોડની લોન એફ-વન, આઇપીએલમાં ઊડાવી નાખી..!!

0
10

મુંબઈ,તા.૧૯
જાહેર ક્ષેત્રની બૅંકો સાથે રૂ. ૬૦૦૦ કરોડની છેતરપિંડીના મામલે એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ વિજય માલ્યા, એની બે કંપનીઓ અને અન્યો સામે નવી ચાર્જશીટ દાખલ કરી હતી.
ઇડીએ પીએમએલએ કાયદા હેઠળ ચાર્જશીટ જેને આરોપ માટેની ફરિયાદ પણ કહેવાય છે, એ સ્પેશિયલ કોર્ટમાં દાખલ કરી હતી. ચાર્જશીટમાં માલ્યા, કિંગફિશર ઍરલાઇન્સ, યુનાઇટેડ બ્રુઅરીઝ હોલ્ડિગ્સ લિ. અને અન્યોના નામનો ઉલ્લેખ કરાયો છે.
ચાર્જશીટમાં જણાવ્યું છે કે માલ્યાએ રૂ. ૩૭૦૦ કરોડના બૅંકમાંથી લીધેલા ઋણનો દુરુપયોગ યુકેની મોટરસ્પોટ્‌ર્સ કંપની એફવન, આઇપીએલની ટી-૨૦ ટીમ ખરીદવા અને પોતાના મનોરંજન માટે જેટ વિમાનમાં ફરવા માટે કર્યો હતો.
નવી ચાર્જશીટ માલ્યાને નવા ભારતીય કાયદા પ્રમાણે ભાગેડું જાહેર કરવા માટેનો માર્ગ મોકળો કરશે. આ ચાર્જશીટ દાખલ કરાયા બાદ તુરંત જ ઇડી કોર્ટ પાસે માલ્યાની રૂ. ૯૦૦૦ કરોડની કિંમતની મિલકત પર ટાંચ મારવાની પરવાનગી માગશે.
ઇડીએ ગત વર્ષ દરમિયાન આઇડીબીઆઇ સાથે કિંગફિશર એરલાઇન્સે કરેલી રૂ. ૯૦૦ કરોડનાં ઋણની છેતરપિંડી બદલ પહેલી ચાર્જશીટ દાખલ કરી હતી.
ઇડીએ આ કેસમાં અત્યાર સુધી માલ્યાની રૂ. ૯૮૯૦ કરોડની સંપત્તિ પર ટાંચ મારી છે. અન્ય બૅંકો વતી સ્ટેટ બૅંક આૅફ ઇંડિયાએ કરેલી રૂ. ૬૦૨૭ કરોડની છેતરપિંડી મામલે ઇડીએ નવી ચાર્જશીટ દાખલ કરી છે.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY