આઇઆઇટી સ્ટુડન્ટ્‌સે સીનિયર ઉપર શારીરિક શોષણનો આરોપ મુકતા ખળભળાટ

0
15

મુંબઈ,
મુંબઇમાં ઇન્ડીયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીના કેટલાક વિદ્યાર્થીઓએ કેમ્પસમાં શારીરિક શોષણનો આરોપ લગાવ્યો છે. એક પીડિત વિદ્યાર્થીએ સોશિયલ મીડિયા ઉપર આ અંગે ખુલાસો કર્યો છે. આ વિદ્યાર્થીએ આરોપ લગાવ્યો છે કે, એક સીનિયરે તેની સાથે છેડતી કરી હતી. વિદ્યાર્થીનો આરોપ છે કે, આ અંગે તેણે કોલેજના સત્તાધિસોને જાણ કરી હતી જાકે, આ અંગે કોઇ પગલાં લીધા નહીં.
કોલેજના એક અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યુ હતું કે, આ વર્ષે માર્ચમાં એક વિદ્યાર્થી સામે પાંચ નનામી ફરિયાદો મળી છે. આ મુદ્દાને ગંભીરતાથી લઇને તાત્કાલિક એક કમિટી બનાવી હતી. આરોપીને કમિટી સામે રજૂ કરવામાં આવ્યો હતો. આરોપી વિદ્યાર્થી સામે કેટલીક કાર્યવાહી પણ કરવામાં આવી હતી. પરંતુ તેને હાંકી કાઢવા માટે આ પુરતા પુરાવા નથી.
આરોપી વિદ્યાર્થી આ વર્ષે કોલેજમાંથી પાસ આઉટ થયો છે. ત્યારબાદ પીડિત વિદ્યાર્થીએ શારીરિક શોષણની વાત સોશિયલ મીડિયા ઉપર શેર કરી છે. એક ફરિયાદ આવ્યા બાદ બીજા અનેક વિદ્યાર્થીઓએ પણ શારીરિક શોષણનો આરોપ લગાવ્યો છે.
વિદ્યાર્થી મામલાઓના ડીન સૌમ્યો મુખર્જીના જણાવ્યા પ્રમાણે વિદ્યાર્થીઓએ આ મામલે ખુલીને વાત કરવી પડશે ત્યારે જ તો અમે કોઇ પગલાં લઇ શકીશુ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આરોપી વિદ્યાર્થી આઈઆઈટી મુંબઇમાંથી પાસ આઉટ થઇ ચૂક્યો છે. અમે આ આરોપોને લઇને આ વર્ષે માર્ચમાં તપાસની કામગીરી કરી હતી. હવે અમને ફરીથી ફરિયાદો મળી રહી છે. નનામી ફરિયાદના આધારે અમે કોઇ કાર્યવાહી ન ખરી શકીએ. અમે ઇચ્છીએ છીએ કે વિદ્યાર્થીઓ આગળ આવીને તેમના નામનો ઉલ્લેખ કરે તેમને ડરવાની જરૂર નથી.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY