હવે મહિલાઓ જેલમાં પણ પૂરેપૂરા સન્માન સાથે જીવી શકશે

0
16

ન્યુ દિલ્હી,
મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સર્વેમાં સામે આવ્યું છે કે જેલમાં રહેતી મહિલાઓની સ્થિતિ અત્યંત ખરાબ છે. ઘણી જગ્યાએ તેમને નરક જેવું જીવન જીવવું પડે છે. જેલમાં તેમના માટે એકસરખો કાયદો પણ નથી. હવે આ સ્થિતિ સુધારવા માટે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે એક કાયદો બનાવવાની પહેલ કરી છે, જેથી જેલમાં રહેતી હજારો મહિલાઓને જેલમાં પોતાના સ્વાસ્થ્ય અને સન્માન સાથે કોમ્પ્રોમાઇઝ નહીં કરવું પડે.
મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા મુજબ મંત્રાલયે દેશની ૭૦ અલગ અલગ જેલમાં મહિલાઓની સ્થિતિનો સર્વે કરાવ્યો છે તેમાં જાણવા મળ્યું કે તેમને જેલમાં ઘણું બધું સહન કરવું પડે છે. ક્્યારેક તો તેને આખો દિવસ પીવાનું પાણી પણ મળતું નથી.
ક્યાંક ખોરાક બહુ ખરાબ હોય છે તો ક્યાંક પિરિયડ દરમિયાન પણ મહિલાઓની મર્યાદા જળવાય તેવું કંઇ હોતું નથી. ક્યારેક તો આખા મહિનામાં માત્ર પાંચ સેનેટરી પેડ ઉપલબ્ધ કરાવાય છે. તેમના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે.
જેલમાં કોઇ એકસમાન નિયમ હોતો નથી. મહિલા અને બાળ વિકાસ પ્રધાન મેનકા ગાંધીએ જણાવ્યું કે અમને જેલમાં રહેતી મહિલાઓની ચિંતા છે. તેથી અમે દિલ્હી લો યુનિવર્સિટીને નિયમ બનાવવાનું કહ્યુ છે, જેના પર તેઓ કામ કરી રહ્યા છે. નિયમોમાં જણાવાશે કે જેલમાં શું હોવું જાઇએ અને શું નહીં.
મહિલાઓ સાથે કેવા પ્રકારનું વર્તન કરવું જાઇએ. તેમની સમસ્યાઓ શું છે તે સમજવું જરૂરી છે. અમારી પાસે ૭૦ જેલના સર્વેનાં પરિણામ પણ છે, જેમાંથી નીકળેલા નિષ્કર્ષના આધારે લો યુનિવર્સિટીના પ્રસ્તાવિત નિયમોને એકઠા કરીને અમે જેલ માટે એકસમાન નિયમો તૈયાર કરીશું.
તમામ જેલને નિયમોનું પાલન કરવું પડશે. મેનકા ગાંધીએ એમ પણ કhyu કે જેલમાં રહેતી તમામ મહિલાઓ ગુનેગાર છે એવું નથી. ઘણી મહિલાઓ અન્ડર ટ્રાયલ છે, જે કોઇની પણ ભાભી કે અન્ય સંબંધી છે અને તે ૪૯૮-એના કારણે જેલમાં છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY