સુરતમાં પરમિટનો દારૂ બારોબાર વેચી મારવાના કૌભાંડ માં મહિલા PSI હીરપરા અને કોન્સ્ટેબલને નોકરીમુક્ત કરાયાં

0
308

સુરતમાં પરમિટનો દારૂ બારોબાર વેચી મારવાના પગલે નશાબંધી ખાતા દ્વારા અસરકારક કાર્યવાહી કરીને એક મહિલા પીએસઆઈ અને એક મહિલા કોન્સ્ટેબલને ડિસમિસ કરીને નોકરીમાંથી પાણીચુ આપ્યું છે. નશાબંધી ખાતા દ્વારા સુરતના મહિલા પીએસઆઈ અલકા હિરપરા અને કોન્સ્ટેબલ જલુ રબારીને નોકરીમુક્ત કરાયા છે. વિગત એમછે કે, સુરતના લાલ ગેટની હોસંગજી હોરમસજી એન્ડ સન્સ વાઈન શોપને નશાબંધી વિભાગે થોડા દિવસો અગાઉ સીલ મારી બુટલેગર ચિંટુ મોદીના ઘરેથી જપ્ત કરેલો પરમિટના બિયરના બારકોડ નંબરના આધારે નશાબંધી ખાતાએ 18 પરમિટધારકોની પરમિટ રદ કરી નાંખી હતી. વેડ રોડ પ્રા. શાળાની સામે વિશ્રામનગર સોસાયટીમાં રહેતો અમર ઉર્ફે ચિંતું રજનીકાંત મોદીના ઘરે સ્ટેટ વિજિલન્સે ગત 13મી જાન્યુઆરીએ બપોરે વોચ રાખી હતી. દરમિયાન લાલગેટની હોસંગજી હોસમસજી એન્ડ સન્સ વાઈન શોપમાંથી રૂ ૫૦ હજારનો બિયર લઈને આવતા બુટલેગરને વિજિલન્સે પકડી પાડ્યો હતો. બુટલેગર ચિંતું મોદી પરમિટધારકોને કમિશન આપીને પરમિટ કાર્ડ મેળવી વાઈન શોપના માલિક યઝદી ચીનીવાલા અને મહિલા પીએસઆઈ અલકા હિરપરા તથા કોન્સ્ટેબલ જલુબેન રબારીની સાથે સાઠગાંઠ રાખીને બિયરની બોટલો અને દારૂ લાવતો હતો. સીસીટીવી કેમેરા સહિતના પુરાવા હોવા છતાં મહિલા પીએસઆઈ અલકા હિરપરા તથા કોન્સ્ટેબલ જલુબેન રબારીની સામે નશાબંધીએ જેતે સમયે માત્ર બદલી કરી જાણે સંતોષ માની લઈને ત્યારે કોઈ શિક્ષાત્મક કાર્યવાહી કરી નહોતી. નશાબંધી ખાતાએ લાલગેટના બુટલેગરની પાસેથી પકડાયેલી બિયરની બોટલોના આધારે બારકોડ નંબરથી સ્કેન કરીને તપાસ કરી હતી. જેમાં ૧૮ પરમિટધારકો બુટલેગર ચિંતું મોદીને બિયર વેચી દેતાં હોવાનું બહાર આવ્યું હતું. જેના આધારે નશાબંધી ખાતાએ ૧૮જણાની પરમિટ રદ કરી દીધી હતી. આ મુદ્દે ચોકબજાર પોલીસમાં ગુનો પણ દાખલ થયો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY