રાજકોટ,
ગુજરાતમાં ગુનાખોરીનું પ્રમાણ વધતુ જાય છે. તાજેતરમાં ચેન સ્કેનીગના બનાવોમાં વધારો થયો છે. પણ જનતા જાગૃત થતા હવે ઘણા ખરા લોકો ગળામાં ચેન પહેરતા નથી અને જા પહેરે છે તો ખોટી હોય છે. પણ મોબાઇલ ફોન તો હવે જીવનનો એક ભાગ બની ગયો છે. તાજેતરમાં લગભગ બધા પાસે મોબાઇલ ફોન હોય જ છે. મોબાઇલફોનના ભાવ પણ વધ્યા છે અને અવનવા ફોન માર્કેટમાં આવવા લાગ્યા છે. જેથી મોબાઇલની ચીલ ઝડપ પણ વધી છે.
રાજકોટના જેતપુર હાઇવે પર મોબાઇલની ચીલ ઝડપ કરવામાં આવી છે. બાઈક પર બેસેલા યુવાનના હાથમાંથી મોબાઈલની ચીલઝડપ કરવામાં આવી છે.અજાણ્યા ઈસમો બાઈક પર આવી મોબાઈલની લૂંટ કરતા કેમેરામાં કેદ થયા છે. શહેરમાં અત્યાર સુધી ૪થી ૫ મોબાઇલની ચીલઝડપ થઇ ચુકી છે. આ ઘટના કેમેરામાં કેદ થતા તેનો વીડિયો વાઇરલ થયો છે અને વીડિયોના આધારે પોલીસ પણ આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કરી રહી છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





