ઉકાઈ બંધની ઉપરવાસમાં આવેલા ડેમો ખાલી થવાના આરે, વરસાદની કાગડોળે રાહ

0
24

વડોદરા,
એકતરફ હવામાન ખાતાની આગાહીઓ આવે છે કે વરસાદ હવે આવશે, પણ આવતો નથી અને દિવસો લંબાઇ રહ્યાં છે. પાણી પુરવઠો પૂરો પાડવામાં મોટો ભાગ ભજવતાં રાજ્યના મુખ્ય ડેમોના તળીયાં દેખાવાં લાગ્યાં છે. જેમાં દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ બંધની ઉપરવાસ આવેલા ડેમો સાવ ખાલી થવાના આરે છે.
ઉકાઈ ડેમની સપાટી ૨૮૩.૧૨ ફૂટ પર પહોંચી છે. બીજી તરફ ઉપરવાસમાં સારો વરસાદ થવાને પગલે નર્મદાના ડેમની સપાટી વધી છે. જા કે હવે ખેડૂતો સહિતના લોકો ગુજરાતમાં પણ વરસાદની કાગડોળે રાહ જાઈને બેઠા છે.
આ કારણે વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ શકે તેમ છે. હવે ચોમાસાના દિવસો શરૂ થઇ ગયા છે, પરંતુ ઉકાઈ ડેમના ઉપરવાસમાં ચોમાસુ જાઈએ એવું શરૂ થયું નથી, જેની સીધી અસર ઉકાઈ ડેમની પાણીની આવક પર થઇ રહી છે. જેને લઈ ઉકાઈ ડેમની સપાટીમાં ઉત્તરોત્તર ઘટાડો જાવા મળી રહ્યો છે.
ઉકાઈ ડેમની ઉપર આવેલા મહારાષ્ટÙ અને મધ્યપ્રદેશમાં મેઘરાજાની બઘડાટી બોલી નથી. તેથી આ વિસ્તારોમાં આવેલ ડેમો સૂકાવા લાગ્યા છે. મહારાષ્ટÙમાં આવેલ હથનુર ડેમની જળસપાટી પણ ઘટી રહી છે.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY