ડીસામાં હાઈવે પર લાકડા ભરેલો ટ્રક પલટી જતાં ડ્રાઈવર ઈજાગ્રસ્ત – ગાય વચમાં આવી જતા મોત

0
135

ડીસા,
તા.૩૦/૦૩/૨૦૧૮

બનાસકાંઠાના ડીસામાં હાઈવે પર એક ટ્રક પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર એક લાકડાથી ભરેલો ટ્રક પલટી ખાઈ ગયો હતો, જેમાં ખૂબ લાકડા ભરેલા હતા.

ડીસાના વાઘપુરા પાસે લાકડા ભરેલો ટ્રક પલટી ખાતાં તેમાં એક ગાય વચમાં આવી ગઈ હતી અને ગાયનું પણ મોત થઈ ગયું હતું. ગાયના મરી જવાના કારણે બીજી બે ગાયો પણ રસ્તા પર આવીને ઉભી રહી ગઈ હતી.

ટ્રક પલટી જતાં બધા જ લાકડા રસ્તા પર વિખેરાઈ ગયા હતા, જેના કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો. જા કે ટ્રકનો આગળનો ભાગ ખેતર બાજુના નાળિયામાં જઈ પડ્યો હતો. એટલે કે ટ્રકના બે ભાગ થઈ ગયા હતા.

આ ઘટનામાં એક ગાયના મોતની સાથે ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરને પણ સામાન્ય ઈજા થઈ છે. ત્યારે હવે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પટલ ખસેડવામાં આવ્યા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY