ભાજપના તાપી શુધ્ધિકરણ અભિયાનમાં મ્યુનિ.ની મેન અને મશીન પાવરની ફાળવણીનો આક્રમક વિરોધ કરનારી કોંગ્રસ હવે પોતે કરેલી જાહેરાતના કારણે ફસાઈ ગઈ છે. ભાજપની જેમ જ મેન અને મશીન પાવર તા.૧ મેથી કોંગ્રસના તાપી શુધ્ધિકરણ અભિયાનમાં ફાળવવા માંગ કરાતા સામાન્ય સભામાં શાસકોએ ફાળવણીની જાહેરાત કરી હતી. જેથી હવે તાપી શુધ્ધિકરણ અભિયાન કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની જશે. ભાજપના તાપી શુધ્ધિકરણ અભિયાન અંગે મ્યુનિ.માં પસ્તાળ પાડનારી કોગ્રેસે તા.૧ મેથી તાપી શુધ્ધિકરણ અભિયાનની જાહેરાત કરી હોવાથી હવે પરીક્ષા થશે. યુથ કોગ્રેસે કેટલાક કોર્પોરેટરો સાથે મળીને આ જાહેરાત કરી હતી. ગઇકાલની સામાન્ય સભામાં અભિયાન માટે ભાજપને ફાળવેલી તમામ મશીનરી અને મેનપાવર કોંગ્રેસને પણ ફાળવવાની જાહેરાત થઇ ગઇ છે. મેયરે તો જાતે હાજર રહેવાની પણ જાહેરાત કરી છે. હવે કોંગ્રેસ ફિક્સમાં મુકાયું છે. કોંગ્રેસમાં જુથબંધી ચાલે છે. તેથી આ અભિયાન માટે કાર્યકરો ભેગા કરવા મોટો પડકાર છે. તેનાથી વાકેફ કોગ્રેસના એક કોર્પોરેટરે તો સભામાં, અમે ભાજપની જેમ સાધન, માણસો માગીશું નહીં તેમ કહીને ૧ મેના તાપી શુધ્ધિકરણની જાહેરાતનો વીટો વાળવાનું શરૃ કરી દીધું છે. જો કોંગ્રેસ અભિયાન શરૃ કરે તો શહેરને તો ફાયદો જ થવાનો છે. નહી કરે તો પ્રતિષ્ઠા ખરડાશે. આમેય પ્રજાના રૃા.૯૬ લાખના ખર્ચે ભાજપે તો સફાઇ કામગીરી શરૃ કરી જ દીધેલી છે. જેથી હવે ક્રેડિટ કઇ રીતે લેવી તેની રણનીતિ કોંગ્રેસે ઘડવી પડશે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"