ત્રાસવાદીઓનો ખાતમો મોટો પડકાર છે.

0
12

જમ્મુ કાશ્મીરમાં વણસી ગયેલી સ્થિતિ વચ્ચે આખરે ભાજપે મહેબુબા મુફ્તિ સરકારને ટેકો પાછો ખેંચી લેતા સરકાર પડી ગઇ છે. મુખ્યપ્રધાન તરીકે મહેબુબા મુફ્તિ રાજીનામુ આપી દીધા બાદ હેવ રાજ્યમાં ગવર્નર શાસન લાગુ કરવામાં આવ્યુ છે. સાથે સાથે શાંતિ સ્થાપિત કરવાના હેતુથી લાગુ કરવામાં આવેલા યુદ્ધવિરામને નહીં લંબાવવા માટેનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમા સેનાને ત્રાસવાદીઓનો ખાતમો કરવા માટે હવે છુટોદોર મળી ગયો છે. જા કે ત્રાસવાદનો ખાતમો કરવાની બાબત પડકારરૂપ છે. કારણ કે સ્થાનિક લોકોમાં ત્રાસવાદીઓ છુપાયેલા છે અને સ્થાનિક લોકો તેમજ કટ્ટરપંથીઓ ટેકો આપી રહ્યા છે. જા કે હવે રાજ્યમાં શાંતિ સ્થાપિત કરવા માટે ત્રાસવાદીઓ સામે નિર્ણાયક કાર્યવાહી કરવા માટેનો સમય હવે આવી ગયો છે. કારણ કે વારંવારના હુમલા અને સતત ઉશ્કેરણીજનક કૃત્યો પાકિસ્તાન સરકાર અને પાકિસ્તાન સમર્થિત ત્રાસવાદીઓ દ્વારા જારી રાખવામાં આવ્યા છે. આટલામાં ઓછુ હોય તેમ હવે પાકિસ્તાન સરકાર જાહેરમાં કહી ચુક્ી છે કે ભારતમાં અનેક હુમલા માટે જવાબદાર રહેલા કુખ્યાત હાફિઝ સઇદની સામે કોઇ કાર્યવાહી કરવામાં આવશે નહી. હાફિઝની સાથે સાથે તેના સંગઠનોની સામે કાર્યવાહી કરવાનો પણ સરકારે ઇન્કાર કરીને વિશ્વના દબાણની ઐસી તૈસી કરી છે. અમેરિકા સહિતના દેશોના દબાણને કોઇ મહત્વ પાકિસ્તાન આપી રહ્યુ નથી. પાકિસ્તાન સરકારના દશકોથી આ પ્રકારના વલણના કારણે આજે પાકિસ્તાન વૈશ્વિક ત્રાસવાદીઓ માટે મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી ચુક્યુ છે અને દુનિયાભરના મોટા ત્રાસવાદીઓ અને આતંકવાદીઓ પાકિસ્તાનમાં છુપાયેલા છે. જંગી ઇનામ ધરાવનાર ત્રાસવાદીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. ભારત અને અમેરિકા દ્વારા આપવામાં આવેલા પુરાવા તરફ પણ ધ્યાન આપવામાં આવી રહ્યુ નથી. પાકિસ્તાન સરકારના નિવેદન અને હાલના વર્ષોમાં ચીનના વલણને જાતા એક બાબત સ્પષ્ટ છે કે ભારતને હવે વધારે એલર્ટ રહેવાની તાકીદની જરૂર છે. કારણ કે ચીન જેવા દેશો પણ હાફિઝ સઇદના મામલે ભારતને સાથ આપવા માટે તૈયાર નથી. ભારતને કેટલાક મોરચે એક સાથે લડવાની જરૂર દેખાઇ રહી છે. ભારત સરકાર છેલ્લા કેટલાક વર્ષોથી પાકિસ્તાનને વૈશ્વિક મંચ પર એકલુ પાડી દેવામાં સફળ રહ્યુ છે પરંતુ હજુ કેટલાક પગલા લેવાની જરૂર દેખાઇ રહી છે. પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં મોટી સંખ્યામાં ત્રાસવાદીઓના કેમ્પ ચાલી રહ્યા છે. ભારતમાં વારંવાર થતા હુમલાને રોકવા માટે વધારે એલર્ટ થવાની જરૂર દેખાઇ રહી છે. છેલ્લા કેટલાક વર્ષોથી હુમલા થતા રહ્યા છે. પરંતુ હવે એવી નિતી અપનાવવાની જરૂર છે કે જા કોઇ હુમલો સરહદ પારથી થાય છે તો તેનો યોગ્ય જવાબ આપવામાં આવે. ભારતીય સેનાને ત્રાસવાદી ગતિવિધીને રોકવા માટે જા જરૂર પડે તો સરહદ પાર કરીને પણ કાર્યવાહી નિર્ણાયક રીતે કરવી જાઇએ. હાલમાં જ ભારતે સર્જિકલ હુમલા કરીને ખળભળાટ મ્ચાવી દીધો હતો. વૈશ્વિક સ્તર પર ભારતે તેની તાકાતનો પરિચય આપ્યો હતો. આવી કાર્યવાહી કરવામાં ખચકાટ અનુભવ કરવાની કોઇ જરૂર નથી. પોતાના દેશમાં હુમલાને રોકવા અને લોકોને સુરક્ષિત રાખવાની તમામ દેશને સત્તા છે. ત્રાસવાદીઓ સામે ચોક્કસપણે નિર્ણાયક કાર્યવાહી થઇ શકે છે. જ્યાં સુધી ત્રાસવાદીઓ અને તેમના આકાઓને યોગ્ય બોધપાઠ ભણાવવામાં આવશે નહી ત્યાં સુધી ભારતમાં હુમલા જારી રહેશે. આ ઉપરાંત સરહદી વિસ્તારમાં સર્વોચ્ચ તકેદારી વધારી દેવાની જરૂર છે. કેટલાક પ્રશ્નો એ પણ થાય છે કે ત્રાસવાદી સરહદ પાર કરીને કઇ રીતે ભારતમાં સુરક્ષિતરીતે ઘુસી જાય છે. હાલમાં કરવામાં આવેલા ભીષણ આતંકવાદી હુમલા બાદથી પાકિસ્તાનને બોધપાઠ ભણાવવા માટે માંગ ઉઠી રહી છે. મોટા લશ્કરી અધિકારીઓ પણ આવો જ અભિપ્રાય ધરાવે છે. ત્રાસવાદીઓ વારંવાર પોતાની ઇચ્છા મુજબ હુમલા કરીને પોતાના કાવતરા સફળ સાબિત કરી રહ્યા છે. આવી સ્થિતિમા પાકિસ્તાનનો ટેકો ધરાવતા અને તેના દ્વારા તમામ પ્રકારની મદદ દ્વારા આગળ વધી રહેલા આતંકવાદીઓને રોકવા માટે હવે ચારપાંખીય વ્યૂહરચનાની જરૂર હોવાનો અભિપ્રાય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે જેના ભાગરુપે અંકુશ રેખા પાર કરીને આતંકવાદી કેમ્પોને નેસ્તનાબૂદ કરવાના વિકલ્પનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત ઘુસણખોરી વિરોધી ઓપરેશનને વધુ તીવ્ર કરવાની જરૂર દેખાઈ રહી છે. આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવા માટે એલઓસી ઉપર વધારે વ્યૂહાત્મક તૈયારી રાખવાની સાથે સાથે કવર્ટ ઓપરેશનની જરૂરિયાત પણ દેખાઈ રહી છે. પાકિસ્તાન સામે હવે વધુ કઠોરતાપૂર્વકની કાર્યવાહીની જરૂર દેખાઈ રહી છે. ગંભીરતાપૂર્વક આગળ વધીને ત્રાસવાદીઓને ખતમ કરવાની માંગ ઉઠી રહી છે. ત્રાસવાદીઓ હુમલો કરે ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવે તેવી વ્યૂહરચનાના બદલ આતંકવાદીઓ હુમલો કરે તે પહેલા જ તેમને ખતમ કરવાની જરૂરિયાત દેખાઈ રહી છે. અંકુશરેખા ઉપર પ્રભુત્વ મેળવવા માટે હુમલાની પણ જરૂરિયાત દેખાતી નથી. અંકુશરેખા નજીક સેનાના કેમ્પો અને એરબેઝ નજીક સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવી જાઇએ.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY