સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણી* દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂ જુગારની બદી સદંતર નાબૂદ કરવા માટે જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચનાઓ કરવામાં આવેલ
જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણીની સૂચના આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બામણબોર પોલીસ સ્ટેશનના પો. સ. ઈ. આર.આર.બંસલ તથા સ્ટાફ દ્વારા ચોટીલા તાલુકાના ગોલીડાં અને ફુલઝર ગામ વિસ્તારમાં જુદી જુદી બે જુગાર અંગેની રેઇડ કરી, કુલ રોકડ રકમ રૂ. 9,860/- મોબાઈલ નંગ 03 સહિત કુલ રૂ. 15,860/- ના મુદ્દામાલ સાથે 11 આરોપીઓને પકડી પાડી, પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ બે કેસ દાખલ કરવામાં આવેલ છે….
લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બામણબોર પોલીસ સ્ટેશનના પો. સ. ઈ. આર.આર.બંસલ, હે.કો. ડી. એફ. મેહરિયા, જયેશભાઈ, મહેન્દ્રસિંહ, વલ્લભભાઈ, ભાનુભાઇ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા ચોટીલા તાલુકાના ટીમમે જાહેરમાં જુગાર રમતા આરોપીઓ (1) માનાસુરભાઈ બિઝલભાઈ ગાબું જાતે ત.કોળી ઉવ. 28, (2) મહેશભાઈ રામભાઈ બોરીચા જાતે આયર ઉવ. 35, (3) ભગવાનભાઈ વિરજીભાઈ શિશા જાતે કોળી ઉવ. 45, (4) રવિદાસ રામદાસ ગોંડલિયા જાતે બાવાજી ઉવ. 26 તથા (5) છગનભાઈ ટપુભાઈ શીશા જાતે ત.કોળી ઉવ.30 રહે. તમામ ગોલિડા તા. ચોટીલાને રોકડ રકમ રૂ. 2,150/- તથા મોબાઈલ ફોન નંગ 03 કિંમત રૂ. 6,000/- તથા ગંજીપાના સહિતના કુલ રૂ. 8,150/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી, ધોરણસર અટક કરવામાં આવેલ છે. પકડાયેલ તમામ 05 આરોપીઓ વિરુદ્ધ બામણબોર પોલીસ સ્ટેશનના પો.કો. મહેન્દ્રસિંહ ભૂપતસિંહએ સરકાર તરફે ફરિયાદી બની, જુગાર ધારા મુજબ ગુન્હો દાખલ કરાવી, કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે….._
જ્યારે બીજા એક બનાવમાં બામણબોર પોલીસ સ્ટેશનની આ જ ટીમ દ્વારા ચોટીલા તાલુકાના ફૂલઝર ગામે જાહેરમાં જુગાર રમતા આરોપીઓ (1) રાજુભાઈ અનકભાઈ વિકમા જાતે કાઠી દરબાર ઉવ. 35, (2) રાજેશભાઈ અમરાભાઇ વિકમા જાતે કાઠી દરબાર ઉવ. 45, (3) દેવરાજભાઈ વેલાભાઈ પલાળિયા જાતે કોળી ઉવ. 45, (4) મંગાભાઈ માવજીભાઈ મકવાણા જાતે કોળી ઉવ. 42, (5) નરેશભાઈ કાનાભાઈ માલકિયા જાતે ત.કોળી ઉવ. 36 તથા (6) ભરતભાઈ ઉર્ફે કાનો નારણભાઈ માલકીયા જાતે કોળી ઉવ.36 રહે. તમામ ફુલઝર તા. ચોટીલાને રોકડ રકમ રૂ. 7,710/- તથા ગંજીપાના સહિતના કુલ રૂ. 7,710/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી, ધોરણસર અટક કરવામાં આવેલ છે. પકડાયેલ તમામ 06 આરોપીઓ વિરુદ્ધ બામણબોર પોલીસ સ્ટેશનના હે.કો. વલ્લભભાઈ હીરાભાઈએ સરકાર તરફે ફરિયાદી બની, જુગાર ધારા મુજબ ગુન્હો દાખલ કરાવી, કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
વધુ તપાસ બામણબોર પોલીસ સ્ટેશનના પો. સ. ઈ. આર.આર.બંસલ તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે….
રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
સુરેન્દ્રનગર
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




