બેઈજિંગ,તા.૨૦
નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જાંગ ઉન અને ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ વચ્ચે મંગળવારે મુલાકાત થઇ હતી. ટ્રમ્પ સાથે ગત ૧૨ જૂનના રોજ સિંગાપોરમાં સમિટ બાદ કિમ અચાનક જ ચીન પહોંચ્યા હતા. બે દિવસની આ મુલાકાતમાં નોર્થ કોરિયા અને ચીનના લીડર વચ્ચે આજે વિશ્વ શાંતિ અને કોરિયન પેન્નિનસુલામાં પરમાણુ નિઃશસ્ત્રીકરણ (ન્યૂક્લિયર ડિસઆર્મમેન્ટ) અંગે ચર્ચા થઇ હતી. આ સિવાય કિમે આજે મળેલી મીટિંગ દરમિયાન શી જિનપિંગને બીજિંગમાં ગોઠવાયેલા ચીનના અધિકારીઓને સહકાર આપવા ઉપરાંત કોરિયન પેન્નિનસુલામાં ‘નવા ભવિષ્ય’ વિશે ચર્ચા કરી હતી.
કિમ જાંગે ચીનના પ્રેસિડન્ટ સાથે યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ગત અઠવાડિયે મળેલી બેઠક અંગે પણ ચર્ચા કરી હતી.
કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી (દ્ભઝ્રદ્ગછ)ના જણાવ્યા અનુસાર, કિમે આ મીટિંગની વિગતો અને ન્યૂક્લિયર ડિસઆર્મમેન્ટના વિવાદને કેવી રીતે ઉકેલી શકાય તે અંગે શી જિનપિંગના વિચારો જાણ્યા હતા.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





