ગોંદિયા,તા.૨૦
ભારતમાં સામાન્ય રીતે નવા જન્મેલા સંતાનનું નામકરણ તેમના પરિવારજના સભ્યો રાખતા હોય છે. જા કે મહારાષ્ટÙનો ગોંદિયામાં એક દંપત્તિએ પોતાના બાળકનું નામકરણ કરવા માટે ચૂંટણી યોજી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મહારાષ્ટÙમાં મિથુન અને માનસીએ પોતાના બાળકનું નામ નક્કી કરવા માટે મતદાન યોજ્યું હતું. જેમાં ત્રણ નિર્ધારિત નામ માટે લોકોએ મતદાન કર્યું હતું.
બાળકના ત્રણ નક્કી કરેલા નામ યક્ષ, યૌવિક અને યુવાનમાંથી કોઈ એક નામ સર્વાનુમતે પસંદ કરવાનું હતું. આ ત્રણ નામ માટે દંપત્તિએ મતદાન યોજ્યું હતું. આ અંગે બાળકના પિતા મિથુન બંગે જણાવ્યું કે ‘અમારા બાળકની કુંડલીમાં તે એક રાજનેતા બનશે તેવું જણાવાયું હતું. જેને પગલે અમે તેનું નામકરણ કરવા આ અનોખો વિકલ્પ અપનાવ્યો હતો અને લોકો પાસે મતદાન કરાવ્યું હતું. બાળક જ્યારે ૧૫-૨૦ વર્ષનું થશે ત્યારે તેને આ ઘટના વિશે જાણીને ઘણી ખુશી થશે.’
‘મે જે નામ મારા ભત્રિજા માટે પસંદ કર્યું તે જ ચૂંટાયું છે જેથી મને આનંદ થયો,’ તેમ બાળકના ફઈબાએ જણાવ્યું હતું. મતદાન દ્વારા સર્વાનુમતે બાળકનું નામ યુવાન રાખવા મતદારોએ મ્હોર મારી હતી.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




