મારા નિવેદનથી રૂપાણીની ખુરશી બચી ગઈ છે: હાર્દિક પટેલ

0
14

સુરત,તા.૨૦
હાઈકોર્ટના આદેશ અનુસાર ક્રાઈમ બ્રાંચમાં અને કોર્ટમાં હાજરી આપવા પહોંચેલા હાર્દિક પટેલે રૂપાણીના રાજીનામાં અંગે કરેલા ઘટસ્ફોટમાં ફેરવી તોળ્યું હતું. અને કÌšં હતું કે, મારા ઘટસ્ફોટક નિવેદન બાદ સરકારે રૂપાણીનું રાજીનામું લીધું નથી. મારા નિવેદનથી રૂપાણીની ખુરશી બચી ગઈ છે. જા કે, ગુજરાત સરકારમાં બદલાવના શોકીંગ ન્યૂઝ અચાનક જ આવશે.
કાશમીરમાં ભાજપ અને પીડીપી વચ્ચે તૂટી પડેલા ગઠબંધન અંગે હાર્દિકે પટેલે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, ચાર વર્ષે ભાજપનું બ્રહ્મજ્ઞાન થયું છે. ત્યારે સવાલો એ છે કે શહીદોની શહાદત માટે જવાબદાર કોણ? હવેના સમયમાં આતંકવાદીઓના એન્કાઉન્ટર થશે ખોટી રીતે સર્જીકલ સ્ટ્રાઈક થશે ભાજપ સરકાર પોતાને બચાવવા માટે કંઈપણ કરી શકે તેવું હાર્દિકે જણાવ્યું હતું.
થોડા દિવસો અગાઉ રાજકોટની મુલાકાતે પહોંચેલા હાર્દિક પટેલે ઘટસ્ફોટ કરતાં નિવેદન આપ્યું હતું કે, રાજ્યમાં નવા સીએમ આવી રહ્યાં છે. અને મુખ્યમંત્રી તરીકે રૂપાણીનું રાજીનામું કેબિનેટની બેઠકમાં લેવામાં આવી ગયું છે. અને આગામી સમયમાં પાટીદાર અથવા તો ક્ષત્રિય નેતા મુખ્યમંત્રી પદે આવી જશે. હાર્દિકના આ નિવેદન બાદ ભાજપી નેતાઓએ આ નિવેદનનું ખંડન કર્યું હતું.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY