રાજકોટ રેલવે સ્ટેશન પર સ્લેબનાં પોપડા પડતા બે ટિકિટ ચેકર ઘાયલ

0
6

રાજકોટ,તા.૨૩
કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટ સહિત વિવિધ રેલવે સ્ટેશનને આધુનિક બનાવવાની વાતો કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ આ અંગે મોહન કુંડારીયા, પૂનમ માડમ સહિતના સાંસદો સાથે બેઠક પણ યોજાઈ હતી. ત્યારે આજરોજ રેલવે સ્ટેશનમાં આવેલી હેડ ટિકિટ ચેકિંગની આૅફિસની છતમાંથી પોપડા પડ્યા હતા. આ ઘટનામાં ઓફિસમાં હાજર રહેલા ધનંજય અને સોવીર નામના ટિકિટ ચેકરને સામાન્ય ઇજા થતા રેલવે હોસ્પિલે ખસેડાયા હતા.
જા કે સદનસીબે ઓફિસમાં આ સમયે વધુ લોકો હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. પરંતુ કર્મચારીનું ધ્યાન ન રાખી શકતું રેલવેનું તંત્ર મુસાફરોનું ધ્યાન કેમ રાખશે? તેવા સવાલો લોકોમાં ઉઠ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY