મુંબઈના કાંદિવલીમાં લોકોની નજર સામે ૧૪ વર્ષની છોકરીએ ૮મા માળેથી પડતું મૂક્યુ

0
66

મુંબઈ,તા.૨૯
કાંદિવલી (ઈસ્ટ) ઉપનગરના ઠાકુર વિલેજ વિસ્તારમાં ૯મા ધોરણમાં ભણતી અને ૧૪ વર્ષની એક છોકરીએ ગુરુવારે સાંજે એક રહેણાંક ટાવરના ૮મા માળેથી છલાંગ મારીને આત્મહત્યા કરી હતી.
આ આંચકાજનક ઘટના ગુરુવારે સાંજે લગભગ પાંચ વાગ્યે બની હતી. એ છોકરીએ તે જ્યાં રહેતી હતી એ મકાનની બાજુના મકાનમાં જઈને ૮મા માળ પરથી કૂદકો માર્યો હતો. એ ઘટનાનો વિડિયો બહાર આવ્યો છે જેમાં નીચે ભેગા થયેલા લોકો એ છોકરીને બચાવવાનો પ્રયત્ન કરતા જોવા મળે છે. અનેક જણે એને કૂદકો ન મારવાનું સમજાવતા હતા, તે છતાં છોકરીએ કોઈનું સાંભળ્યું નહોતું અને કૂદકો મારી દીધો હતો.
કૂદકો માર્યા બાદ છોકરીનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. એણે આત્મહત્યા શા માટે કરી એનું કારણ હજી જાણી શકાયું નથી.
છોકરીનું નામ હર્ષિતા હતું અને તે ગુંડેચા સ્કૂલમાં ભણતી હતી. સમતાનગર પોલીસ સ્ટેશન દ્વારા આ ઘટનાની તપાસ ચાલુ છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY