કોલકાત્તા,તા.૨૦
ટ્રાન્સજેન્ડર હિરણ્યમ ડેએ હજી એક વર્ષ પહેલા જ સેક્સ ચેન્જ કરાવીને સુચિત્રા ડે બની હતી. તેની પાસે શિક્ષક તરીકે ૧૦ વર્ષનો બહોળો અનુભવ હોવા છતા પણ તેની મુશ્કેલીઓ ઘટી નથી. તેણે અંગ્રજી અને જિઓગ્રાફીમાં ડબલ માસ્ટર્સ કર્યું છે, પરંતુ જાણે આટલું ઓછું હોય તેમ કોલકત્તાની કેટલીક શાળાઓમાં તે ઈન્ટરવ્યૂ આપવા પહોંચી તો તેની સામે બ્રેસ્ટ અને સેક્સ સબંધીત સવાલો પૂછીને શરમમાં મૂકી હતી. ઈન્ટરવ્યુ દરમિયાન સુચિત્રા પોતાની સાથે થયેલા ખરાબ અનુભવો જણાવતા કહે છે કે, “એક શાળામાં પુરુષ પ્રિન્સિપલે મને પૂછ્યું કે શું સેક્સ કર્યા પછી હું માતા બની શકું? મારા બ્રેસ્ટ અસલી છે કે નકલી છે? અન્ય એક પ્રતિષ્ઠત શાળાની મહિલા પ્રિન્સિપલે મને ધમકીવાળા અંદાજમાં કÌšં કે, જા મારે તે શાળામાં નોકરી કરવી હશે તો મારે મારી ઓળખ બદલવી પડશે.”
સુચિત્રા પોતાનું દુઃખ વ્યક્ત કરતા જણાવે છે કે, ’કોલકાતાની એક પ્રતિષ્ઠત શાળાનાં પ્રિન્સિપલ સાથે થયેલા ઈન્ટરવ્યુમાં મારે ભણાવવાનાં વિષયને બાજુ પર મુકીને મારા સેક્સ ચેન્જ સાથે જાડાયેલા વિચિત્ર સવાલો પૂછવામાં આવ્યા હતાં. સુચિત્રાને પોતાની શાળામાં પણ આવી અનેક પ્રકારની તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. સુચિત્રાએ કહ્યુ કે, ’લોકો આટલા શિક્ષિત થયા છે તેમ છતા પણ લોકોમાં હજી ટ્રાન્સજેન્ડર વિશેનો પૂર્વાગ્રહ જરાપણ બદલાયો નથી. શિક્ષકોને ભવિષ્યના નિર્માતા માનવામાં આવે છે. જા શિક્ષિત લોકોની વિચારસરણી આવી છે, તો બાકીનાં લોકો પાસેથી તો શું અપેક્ષા રાખી શકાય?’
ટ્રાન્સજેન્ડરની પજવણી અને છેડતીના મામલા દેશમાં અલગ-અલગ જગ્યાએથી સાંભળવા મળે છે. ઘણી વખત પરિવારજનો તેમને ઘરમાંથી કાઢી મૂકે છે, તો ઘણા તેમને નોકરીમાંથી કાઢી મૂકે છે. તેમને હંમેસા સેક્સ વર્કર, ભૂખ માગવા, લગ્નમાં ડાન્સ કરવા જેવી જગ્યા પર ધકેલી લેવામાં આવે છે. સુચિતા ડેએ પશ્ચિમ બંગાળમાં લેઝબિયન, ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર (એલીજીબીલીટી) ફોરમની સક્રિય સભ્ય છે. તેણે સમાજમાં પોતાના જેવા બીજા લેંગિક લઘુમતિને દિલથી સ્વીકાર કરવાની અપીલ કરી છે. પોતે દેશના સૌથી શિક્ષિત ટ્રાન્સજેન્ડરમાંથી એક ગણાવનારી સુચિતાએ રાજ્ય માનવાધિકાર આયોગને પત્ર લખીને આ મામલે દખલ કરવાની માંગ કરી છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






