પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક ભાવનાબેન પટેલ ગાંધીધામની સૂચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી ગાંધીધામના પોલીસ ઇન્સ્પેકટર જે.પી.જાડેજા ને બાતમી મળેલ કે અંજાર તાલુકાના વર્ષામેડી ની સિમ બાગેશ્રી સોસાયટી પાસેથી સોસાયટી નં ૧ ની પાછળ બાવળની ઝાડીઓમાં ખુલ્લી સિમ વિસ્તારમાં રાજેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે. રજુભા રહે.વર્ષામેડી તાલુકો-અંજાર વાળો પોતાના ફાયદા હેતુ બહારથી માણસો બોલાવી ધાણીપાસા વડે જુગાર રમી રહેલ અને રમાડી રહેલ છે તે બાતમી આધારે એલ.સી.બી ના સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ આવતા સીમ વિસ્તારમાં ખુલ્લામાં અમુક ઇસમો બેઠેલ જોવામાં આવતાં તુરત જ કોર્ડન કરી પકડી નામઠામ પૂછતાં (૧) મનીષ જયસુખલાલ સોની (૨) ઇન્દ્રજીતસિંઘ મોહનસિંઘ શીખ (૩) ઓસમાણ ઉંમર ગંધ (૪) જયેશ કિશોર લુહાર (૫) શામજી જીવ ડાંગર (૬) દીપક અમૃતલાલ સોની (૭ )રાજુ દિનેશચંદ્ર પરમાર (૮) રાજેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે રજુભાવ રહે તમામ અંજાર આદિપુર ગાંધીધામ વાળાઓના કબજામાંથી રોકડ રકમ રૂ ૧ ,૩૯,૧૦૦/- તથા ઘણીપાસા નંગ બર સાથે કબજે કરી વધુ તપાસ માટે અંજાર પોલીસ સ્ટેશન ને સોપાયેલ છે આ કામગીરીમાં એલ.સી.બી ગાંધીધામના પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી.જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ કે.ખાંટ તથા સ્ટાફના એ.એસ.આઈ લક્ષ્મણ આહીર પોલીસ હેડ કોન્સ્ટેબલ નરસિંહ પઢીયાર પોલીસ કોસટેબલ અજયસિંહ ઝાલા, હરપાલ સિંહ જાડેજા વગેરેના ઓ જોડાયા હતા
રીપોર્ટ : બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87080
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






