સરકારી સ્કૂલનો મુખ્ય ગેટ તૂટી પડતાં બે બાળકો દબાયાં

0
13

સુરત,તા.૨૦
વેદરોડ પર આવેલ સરકારી સ્કૂલનો મેન ગેટ તૂટી પડ્યો હતો. શાળાનો મુખ્ય ગેટ તૂટીને બે બાળકો પર પડ્યો હતોં. જેથી ઈજાગ્રસ્ત થયેલા બન્ને બાળકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.
વેદરોડ વિસ્તારમાં આવેલા સરકારી સુમન હાઈસ્કૂલ નંબર ૧૨ મરાઠી સ્કૂલનો દરવાજા તૂટી પડ્યો હતો. જેમાં બાળકો શાળાનો મુખ્ય દરવાજા ખોલી રહ્યાં હતાં. તે દરમિયાન દરવાજા તૂટીને નીચે પડ્યો હતો. જેમાં બે બાળકો દબાઈ ગયાં હતાં. જેથી ઈજાગ્રસ્ત બન્ને બાળકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
દુર્ઘટનાને પગલે વાલીઓ શાળા પર દોડી આવ્યાં હતાં. સમગ્ર ઘટના શાળામાં લાગેલા સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી. ઉલ્લેખનિય છે કે, ગત વર્ષે લીંબાયત વિસ્તારમાં આવેલી શાળમાં આ પ્રકારની બનેલ ઘટનામાં એક બાળકનું મોત થયું હતુ.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY