ભરૂચ નગરપાલિકાના ખાડે ગયેલા વહીવટથી દુબઈ ટેકરીના રહીશોમાં ભારે વિરોધનો વંટોળ

0
44

• ભરૂચના દુબઈ ટેકરીના રહીશો પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેતા પારાવાર તક્લીફો વેઠવાનો વારો
ભરૂચ,

ઝાડેશ્વર નજીક આવેલ દુબઈ ટેકરી ને નગરપાલિકામાં આવરી લીધા બાદ તમામ રહીશો પ્રાથમિક સુવિધાથી વંચિત રહેતા ભારે નારાજગી વ્યક્ત કરી રહયા છે. ભરૂચના અનેક વિસ્તારો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે ત્યારે ભરૂચ ના દુબઈ ટેકરી વિસ્તાર ને ભરૂચ નગરપાલિકાની હદમાં આવરી લેવાયું છે. પરંતુ દુબઈ ટેકરીના રહીશો તમામ વેરો ભરતા હોવા છતાં પણ મળવા પાત્ર પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેતા પીવાનું પાણી પણ વેચાતુ લેવાનો વારો આવ્યો છે.

જ્યારે વપરાશનું પાણી દર બુધવારે ઝાડેશ્વર ગ્રામ પંચાયતની હદમાં બે કીમી દૂર લેવા જવાની ફરજ પડી રહી હોય તેમ રહીશોએ રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી સૌનો સાથ સૌનો વિકાસનું સૂત્ર ચલાવી રહ્યા છે. પરંતુ શહેરના હાલમાં જ પાલિકા વિસ્તારમાં આવરી લેવાયેલા દુબઈ ટેકરીમાં ઘર વપરાશનું પાણી ઝાડેશ્વર ગ્રામ પંચાયત હદમાં ભરવા જવાની ફરજ પડી રહી છે.

દુબઈ ટેકરી વિસ્તારની મુલાકાત લેતા દુબઈ ટેકરી વિસ્તારના ભાથુજી મંદિર પાસેના રહીશોએ જ્યારથી તેઓનો વિસ્તાર નગરપાલિકામાં આવરી લેવાયો છે ત્યારથી તેઓને મળવા પાટ્ર તમામ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. તેમજ સ્ટ્રીટ લાઇટના અભાવે પણ લોકો પરેશાન છે, તો ખુલ્લી ગટરોથી પણ મચ્છરોના ઉપદ્રવથી રોગચાળો ફાટી નીકળ્યો છે.
આ વિસ્તારમાં ઘર વપરાશના પાણીની સમસ્યાને લઇ ભારે પરેશાન લોકો એ તંત્ર સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે જ્યારથી દુબઈ ટેકરી વિસ્તાર કે જેમાં ૪૦૦થી વધુ પરિવારો વસવાટ કરે છે. તમામ રહીશો પાણી વેરો સફાઈ વેરો ઘરવેરો સહિતના તમામ વેરા નગરપાલિકામાં ભરતા હોવા છતાં તેઓને પીવાનું પાણી મળતું નથી. ત્યારે ભરૂચ નગરપાલિકાના ખાડે ગયેલા વહીવટથી તંત્ર સામે દુબઈ ટેકરીના રહીશોએ ભારે વિરોધ અને રોષ વ્યક્ત કર્યો હતો.વિકાસની વાત કરતી ભરૂચ નગરપાલિકા દુબઈ ટેકરી લોકોની પણ સમસ્યા હલ કરે તેવી માંગ કરી રહ્યા છે.

દુબઈ ટેકરી નજીક થી નર્મદા નદી વહેતી હોવા છતાં સ્થાનિક રહીશોએ જ પીવાના પાણી માટે વલખા મારવા પડે તે ભરૂચ નગરપાલિકા માટે શરમજનક સાબિત થઈ રહ્યું છે. જોકે દુબઈ ટેકરીના રહીશોએ પણ આવનાર સમયમાં પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં ન આવે તો ૪૦૦થી વધુ પરિવારો નગરપાલિકા પર પહોંચી હલ્લાબોલ કરવાની ચીમકી ઉચ્ચારવા સાથે સ્થાનિક નગરસેવકો તો ચૂંટણી બાદ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાના આક્ષેપ પણ કરી રહ્યા છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY