રાજકોટ,તા.૨૧
રાજકોટના સમાજ સુરક્ષા વિભાગ દ્રારા ઉત્તરપ્રદેશના એક પરિવાર સાથે તેના પુત્રનું મિલન કરવાની કામગીરીને કોંગ્રેસના રાષ્ટ્રીય અÎયક્ષ રાહુલ ગાંધીએ બિરદાવી છે. ગત ૯ જૂનના રોજ રાજકોટના સ્પેશ્યલ હોમ ફોર બોયઝમાં રહેતા વિશાલ નામના યુવાનને સમાજ સુરક્ષા વિભાગ દ્રારા ૧૦ વર્ષ પછી તેના પરિવાર સાથે મિલન કરાવ્યુ હતું.
વિશાલ ૮ વર્ષની ઉંમરે તેના પિતાએ ઠપકો આપતા ઉત્તર પ્રદેશના ઇટાવા ગામમાંથી ગુમ થઇ ગયો હતો અને રાજકોટ આવી પહોંચ્યો હતો. જા કે ૧૦ વર્ષ સુઘી તેના પરિવારનો કોઇ જ પત્તો લાગ્યો ન હતો અંતે સમાજ સુરક્ષા વિભાગ દ્રારા વિશાલનું કાઉન્સલીંગ કરીને તેના પિતાને શોધી કાઢ્યા હતા અને ૧૦ વર્ષ બાદ પિતા-પુત્રનું મિલન કરાવ્યું હતું.
સમાજ સુરક્ષા વિભાગની આ કામગીરીની કોંગ્રેસના રાષ્ટÙીય અÎયક્ષ રાહુલ ગાંઘીએ નોંધ લીઘી હતી અને સમાજ સુરક્ષા અધિકારી કનકસિંહ ઝાલાને પ્રશંશનીય પત્ર લખ્યો હતો. પત્રમાં રાહુલે સમાજ સુરક્ષા વિભાગની કામગીરીને બિરદાવી હતી. સમાજ સુરક્ષા અધિકારી કનકસિંહે પણ રાહુલ ગાંઘીનો આભાર વ્યક્ત કર્યો હતો.
ચાઇલ્ડ વેલફેર કમિટીના ચેરમેન ડોક્ટર દિપક પીપળિયાએ જણાવ્યું કે અમે સતત બાળકનું મોનિટરિંગ કરતાં હતા, ત્યારબાદ બાળકના પિતાની ભાળ મળ્યા બાદ પણ અમે તેના પિતાનું ક્રોસ ચેકિંગ કર્યું હતું. સંપુર્ણ વિશ્વાસ આવ્યા બાદ અમે બાળકને સોંપ્યો હતો.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





