મહેસાણા,તા.૨૧
મહેસાણામાં દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને રાજ્ય રજિસ્ટારે નોટિસ ફટકારી છે. નોટિસમાં ખોટી રીતે સભાસદ બન્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. શંકરસિંહ વાઘાલાના નજીકના ગણાતા વિપુલ ચૌધરી ફરી એકવાર ચર્ચામાં છે.
રાજ્ય રજિસ્ટાર દ્વારા પૂર્વ ડેરી ચેરમેન વિપુલ ચૌધરીને નોટિસ ફટકારવામાં આવી છે, વિપુલ ચૌધરીની સાથે તેની પત્ની અને માતાને પણ રજિસ્ટારે નોટિસ ફટકારી છે. નોટિસમાં વિપુલ ચૌધરીએ ખોટી રીતે સભાસદ બન્યા હોવાનો ઉલ્લેખ કરાયો હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. જા સભાસદ પદ રદ થશે તો વિપુલ ચૌધરી ચૂંટણી લડી શકશે નહીં.
મહેસાણા દૂધ સાગર ડેરીમાં ચેરમેન તરીકેના કાર્યકાળ દરમ્યાન વિપુલ ચૌધરીને સાગરદાણ કૌભાંડ, ખાંડ કૌભાંડ, ખોટી ભરતીઓ, દૂધ સંઘમાં અંગત ખર્ચાઓ અને ખોટા દાન સહિતના મુદ્દે રજીસ્ટ્રારે જવાબદાર ઠેરવ્યા હતા. એક સમયે પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાના વિશ્વાસુ ગણાતા હાલના ભાજપના સહકારી આગેવાન વિપુલ ચૌધરી દેશ-દુનિયામાં ‘અમૂલ’ના બ્રાન્ડનેમથી જાણીતી ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના અધ્યક્ષ તરીકે સર્વાનુમતે ચૂંટાયા હતા. જા કે આ પદ થોડા જ સમયમાં છીનવી લેવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે વિપુલ ચૌધરીએ દૂધ સાગર ડેરીમાં ચેરમેન તરીકે કાર્યકાળ દરમિયાન અનેક ગેરરીતિઓ આચરી હોવાના આક્ષેપો થયા હતા. તેમણે મહારાષ્ટÙમાં દુષ્કાળ દરમિયાન મહાનંદ ડેરી અને અન્ય સંસ્થાઓને રૂ. ૨૨ કરોડનો સાગરદાણ (પશુ આહાર) મફતમાં આપ્યો હતો. મફતમાં સાગરદાણ આપવા સામે તે સમયે ગુજરાત મિલ્ક ફેડરેશને વિરોધ પણ નોંધાવ્યો હતો. તે ઉપરાંત ખાંડની ખરીદી અને જગુદણ ખાતે ડેરીના ગોડાઉનમાંથી ખાંડનો ઓછો જથ્થો મળવા બાબતે પણ થયેલા કૌભાંડ મળી કુલ રૂપિયા ૪૨ કરોડની ગેરરીતિના આક્ષેપો વિપુલ ચૌધરી સામે થયા હતા.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



