મુંબઈ,તા.૨૧
સંજય દત્તના જીવનના આધારે, રાજકુમાર હિરાની દિગ્દર્શિત ફિલ્મ ‘સંજુ’ થિયેટર્સમાં ૨૯ જૂનના રોજ રિલીઝ થશે. અભિનેતા રણબીર કપૂરે સંજય દત્તની ભૂમિકા ભજવી રહ્યો છે. રણબીર કપૂરે સંજય દત્તને એક ખાસ સિક્રેટ કÌšં હતું કે જે ફિલ્મના દિગ્દર્શક રાજકુમાર હિરાનીને પણ ખબર નથી.
રણબીર કÌšં હતું છે, “હું શૂટિંગ પહેલાં રાત્રે સંજય દત્તને ફોન કરતો હતો, અને તે જાણતો હતો કે જ્યારે આ બધી ઘટનાઓ તેમની સાથે થઇ હતી ત્યારે તેમના મનમાં શું ચાલી રÌšં હતું.”
રણબિરના જવાબમાં, હિરાનીએ કહ્યુ હતું કે, “તે એક રહસ્ય હતું. હવે હું (રણબીર) સમજી ગયો કે આ પાત્ર કેવી રીતે આટલું સારું કરી શક્યો હતો.”
મહત્વનું છે કે નિર્માતા વિધુ વિનોદ ચોપરાએ એક ઈંટરવ્યૂમાં કહ્યુ હતું કે, “જ્યારે રાજકુમાર હિરાનીએ સંજય દત્તની આત્મકથારૂપ વિશે મને કહ્યુ ત્યારે મેં તેને પૂછ્યું હતું કે સંજય દત્તના જીવનમાં એવું તો શું છે કે ફિલ્મ બનાવવી શકાય? આના કરતા મારા જીવન પર જ બનાવી દો. મેં જવાનીમાં કાશ્મીર છોડીને મુંબઇ આવવા માટે સંઘર્ષ કર્યો હતો. તમારૂં અને અભિજાત જાશીનું દિમાગ ફરી ગયું છે.”
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






