મુંબઈ,તા.૨૨
‘જન્નત’ અને બુટ્ઠા હોગા તેરા બાપ જેવી ફિલ્મોમાં પોતાની ભૂમિકા ભજવી રહેલી અભિનેત્રી સોનલ ચૌહાણ જલ્દીથી જેપી દત્તાની ફિલ્મ પલટનમાં નજરે પડશે. આટલું જ નહીં, તેને અનુભવ સિન્હાના એક મ્યૂઝિક આલ્બમમાં પણ કામ કરવાનો મોકો મળી ગયો છે. એક રિપોર્ટ પ્રમાણે, એડલ્ટ હોલીવુડ ફિલ્મ ‘૫૦’ શેડ્સ ઓફ ગ્રે’ની થીમ પર બની રહેલા મ્યૂઝિક આલ્બમ ‘૫ શેડ્સ ઓફ લવ’માં સોનલને લીડ રોલ મળી ગયો છે.
સોનલને ૨ સિંગલ સાંગમાં કામ મળ્યું છે અને જાણકારી અનુસાર તેણે જુબિન નાટિયાલ અવાજ આપશે. આવું પહેલી વખત હશે કે સોનલ કોઈ મ્યૂઝિક ઓલ્બમમાં કામ કરશે. સોનલે બે-ત્રણ બાલીવુડ ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ દક્ષિણ ભારતની ઘણી ફિલ્મોમાં તે કામ કરી ચુકી છે. અનુભવ થોડાક દિવસ પહેલા જ લંડન આવ્યો હતો અને તેણે પોતાના મ્યૂઝિક વીડિયો માટે તૈયારી પણ શરૂ કરી દીધી છે.
સોનલ વર્ષ ૨૦૦૮માં ઈમરાન હાશમીની સાથે ફિલ્મ જન્નતમાં નજરે પડી હતી. ફિલ્મ ઘણી લોકપ્રિય રહી હતી અને તેના માટે સોનલને બેસ્ટ ફીમેલ ડેબ્યૂનો ફિલ્મફેયર એવોર્ડ આપવામાં આવ્યો હતો. જન્નત બાદ સોનલ ફિલ્મ બુઢ્ઢા હોગા તેરા બાપમાં અમિતાભ બચ્ચનની સાથે નજરે પડી હતી. જા કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નહોતી અને તેના પછી સોનલ કોઈ બોલીવુડ ફિલ્મમાં નજરે પડી નહોતી.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






