મુંબઈ,તા.૨૨
હાલમાં જ રાજ કુમાર હિરાણીએ ‘થ્રી ઇડિયટસની સિકવલ બનાવાની ઘોષણા કરી હતી. આ સિકવલ માટેઆમિરે પણ મૂળ ફિલ્મના કલાકારો શર્મન જાશી અને માધવન સાથે વાતચીત કરી હતી. પરંતુ હવે એવી વાત મળી છે કે આ સિકવલમાં આમિર ખાનના સ્થાને રણબીર કપૂર ગોઠવાઇ જશે. રાજ કુમાર હીરાણીનું માનવું છે કે ‘થ્રી ઇડિયટસની સિકવલ માટે આમિર ખાનની તારીખો મળવી મુશ્કેલ છે.
શર્મન અને માધવન તો તારીખોનું એડજસ્ટમેન્ટ કરી લેશે, પરંતુ મિ. પરફેક્ટનિસ્ટ હાલ ‘ ઠગઓફ હિંદુસ્તાનમાં વ્યસ્ત છે એ પછી તે ‘મહાભારત સીરીઝમાં વ્યસ્ત થઇ જશે. તેથી તેની તારીખો સાથે હીરાણીને મેળ પડે એમ લાગતું નથી. ઉપરાંત કરીના કપૂરે પણએક વરસ સુધી કોઇ ફિલ્મ સાઇન ન કરવાનો નિર્ણય લીધો છે. રાજ કુમાર હીરાણી આમિરના સ્થાને રણબીરને લેતેવી શક્્યતા સેવાઇ રહી છે. એક ઇન્ટરવ્યુમાં રણબીરને તે ‘થ્રી ઇડિયટસ ની સિકવલમાં કામ કરશે કે નહીં તેમ પુછતાં તેણે તરત જ હા પાડી હતી. ત્યારે તેના ચહેરા પરનો આનંદ અને રો જ હતો તેમ સૂત્રે જણાવ્યું હતું.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




