સંજુ બાબાએ ખોલ્યો રાઝઃ “ગર્લફ્રેન્ડને ઇમોશનલી બ્લેકમેલ કરતો હતો’

0
8

મુંબઈ,તા.૨૨
બોલીવૂડ અભિનેતા સંજય દત્ત હાલમાં પોતાના બાયપિક ફિલ્મને લઇને ચર્ચામાં છે. આ ફિલ્મમાં સંજય દત્તની જિંદગીના અનેક રાઝ ખુલશે. સંજય દત્ત પર બની રહેલી બાયોપિક ‘સંજૂ’ને રાજકુમાર હિરાની ડાયરેક્ટ કરી રહ્યા છે.
આ ફિલ્મની બાયોપિકને લઇને રાજકુમાર હિરાનીએ એક ન્યૂઝ વેબસાઇટ સાથે વાત કરતા સંજય દત્તની જિંદગીના અનેક રાઝ ખોલ્યા. હિરાનીએ કહ્યુ, સંજય દત્ત યુવતીઓને ઇમોશનલી બ્લેકમેઇલ કરતો હતો. સંજય દત્તને જ્યારે પણ કોઇ યુવતી સાથે પ્રેમ થતો ત્યારે તેને કબર પાસે લઈ જતો અને કહેતો કે તે તેની માતાને મળાવવા માટે લાવ્યો છે. જા કે તે કબર તેની માતાની નહીં પણ કોઈ બીજાની જ કબર રહેતી હતી.
ઉલ્લેખનીય છે કે સંજૂના ટીઝર અને ટ્રેલર પરથી આ વાતનો ખુલાસો થઇ ચુક્્યો છે કે સંજય દત્તની ૩૦૮ ગર્લફ્રેન્ડ્‌સ હતી.
હિરાનીએ જણાવ્યું કે એક વાર સંજય દત્તનું તેની ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ થઇ ગયું હતું ત્યારે તે પોતાની કારથી ગર્લફ્રેન્ડના ઘરે પહોંચ્યો હતો અને ગર્લફ્રેન્ડના ઘરની બહાર એક બીજી કાર પણ ઊભી હતી. સંજય દત્તને લાગ્યું આ કાર તેની ગર્લફ્રેન્ડના નવા બોયફ્રેન્ડની છે. અને તેણે પોતાની કારથી જારદાર પેલી કારને ટક્કર મારી દીધી હતી. બન્ને કારને ઘણું નુકસાન પણ થયું હતું. જા કે બાદમાં ખબર પડી કે કાર તે યુવતીના બોયફ્રેન્ડની નહીં પણ કોઇ બીજાની જ હતી.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY