સહિત જિલ્લા કલેકટર શ્રી આઇ.કે.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.એન.મોદી સહિત ૧૨૧ મહાનુભાવોએ મુલાકાત લઇને શાળા પ્રવેશોત્સવ દરમિયાન આંગણવાડી, ધો.૧ અને ધો.૯માં પ્રવેશ મેળવવાપાત્ર કુમાર-કન્યાઓનું નામાંકન કરી પ્રવેશ અપાવ્યો હતો.
આ અંગેની વિગતો આપતાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ કહ્યું કે, જિલ્લા કલેકટર શ્રી આઇ.કે.પટેલના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લાના શહેરી વિસ્તારોમાં યોજવામાં આવેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ દરમિયાન આંગણવાડીમાં ૭૩૪ કુમાર અને ૬૭૨ કન્યાઓ મળીને કુલ ૧,૪૦૬, ધો.૧માં ૯૨૬ કુમાર અને ૧,૦૩૮ કન્યાઓ મળીને કુલ ૧,૯૬૪ જયારે ધો.૯માં ૪,૧૬૪ કુમાર અને ૩,૫૨૭ કન્યાઓ મળીને કુલ ૭,૬૯૧ વિદ્યાર્થીઓનું નામાંકન કરીને પ્રવેશ અપાવવામાં આવ્યો હતો. જેમાં ૧૩ કુમાર અને ૧૭ કન્યાઓ મળીને કુલ-૩૦ દિવ્યાંગ બાળકોનો પણ સમાવેશ થાય છે.
આ કાર્યક્રમ દરમિયાન ૪૬૪ કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવ્યા હતા. જયારે ૦૪ શાળાઓમાં બાળકોને ઘરેથી શાળાએ લાવવા-મૂકવા જવા માટેની ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પૂરી પાડવા માટે વાહનની સવલત આપી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પૂરી પાડવામાં આવી.
કન્યા કેળવણી ઉત્તેજન આપવાના હેતુસર અને બાળકો શિક્ષણમાં આગળ વધી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે તે હેતુથી જિલ્લાના સમાજના શ્રેષ્ઠીઓ તરફથી બંને દિવસો દરમિયાન દાનની સરવાણી વહેવા પામી હતી. જેમાં જિલ્લાને રોકડ સ્વરૂપે રૂા.૨૯,૭૦૦ જયારે વસ્તુના સ્વરૂપે જે દાન મળ્યું હતું તેની અંદાજી કિંમત રૂા.૭.૬૩ લાખ જેટલી થાય છે જે મળી કુલ રૂા.૭.૯૭ લાખનું દાન પ્રાપ્ત થયું હતું.
આમ, જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી કક્ષાના યોજાયેલ શાળા પ્રવેશોત્સવ દરમિયાન આંગણવાડીમાં ૬,૦૪૦ કુમાર અને ૫,૫૮૪ કન્યાઓ મળી કુલ ૧૧,૬૨૪, ધો.૧માં ૧૧,૧૬૧ કુમાર અને ૧૧,૧૯૮ કન્યાઓ મળીને કુલ-૨૨,૩૫૯ જયારે ધો.૯માં ૧૪,૫૦૧ કુમાર અને ૧૨,૩૨૫ કન્યાઓ મળીને કુલ ૨૬,૮૨૬ બાળકોનું નામાંકન કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેમાં ૬૪ કુમાર અને ૫૪ કન્યા મળી કુલ ૧૧૮ દિવ્યાંગ બાળકોનો સમાવેશ થાય છે.
આજ રીતે ૬૪૭ કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ અને સરસ્વતી સાધના યોજના હેઠળ કન્યાઓને સાયકલો આપવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે, તા.૧૪ અને ૧૫ના રોજ યોજાયેલ ગ્રામ્ય વિસ્તારના શાળા પ્રવેશોત્સવ દરમિયાન જિલ્લાને ૧.૧૬ કરોડનું દાન પ્રાપ્ત થયું હતું અને શહેરી વિસ્તારના શાળા પ્રવેશોત્સવ દરમિયાન રૂા.૭.૯૭ લાખનું દાન મળી ગ્રામ્ય અને શહેરી કક્ષાના શાળા પ્રવેશોત્સવ દરમિયાન જિલ્લાને ૧.૨૪ કરોડનું દાન દાતાઓ તરફથી પ્રાપ્ત થયું છે.
આમ, રાજયનું કોઇપણ બાળક શિક્ષણથી વંચિત રહેવા ન પામે તે માટે રાજય સરકારે આરંભેલા શિક્ષણના આ મહાયજ્ઞમાં સમાજના શ્રેષ્ડીઓ દ્વારા જયારે દાનની સરવાણી વહેતી હોય ત્યારે સમાજ તરીકે આપણી પણ ફરજ થઇ પડે છે કે, શાળામાં પ્રવેશ મેળવવાપાત્ર દિકરો કે દિકરી શાળા પ્રવેશ અને શિક્ષણથી વંચિત રહી ન જાય. તો આવો આપણે સૌ સાથે મળી સમાજનો કોઇપણ દિકરી કે દિકરીથી શિક્ષણથી વંચિત રહેશે નહીં અને કોઇપણ વાલી તેના દિકરા કે દિકરીને શાળામાંથી અધવચ્ચેથી પુરૂં શિક્ષણ મેળવ્યા સિવાય ઉઠાડી મૂકી શિક્ષણથી વંચિત રાખવાનું પાપ કરશે તો તે નહીં થવા દઇએ એ માટે સંકલ્પબધ્ધ થઇએ.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






