રાજય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્રારા એપ્રિલ ૨૦૧૮ માં લેવાયેલ પ્રથમ તેમજ દ્રિતિય વર્ષનું પરિણામ જાહેર થયેલ છે, જેમાં ભરૂચ અને નર્મદા જિલ્લાની એક માત્ર ગ્રાન્ટેડ ડી.એલ.એડ. (પી.ટી.સી) કોલેજ- સ્ત્રી અધ્યાપન મંદિર, રાજપીપલાનું પ્રથમ અને દ્રિતિય વર્ષ – બંને વર્ષનું ૧૦૦% પરિણામ આવેલ છે.પ્રથમ વર્ષમાં લિંબચિયા હિતિક્ષા સંજયકુમારે ૮૪% સાથે કોલેજ તથા જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવેલ છે.જ્યારે બીજા વર્ષમાં સુરતિયા ક્રૃપાલી નવિનસિંહએ ૮૪% ટકા મેળવી કોલેજનું નામ ઉજ્જ્વળ કરી દર્શાવ્યું છે. કોલેજનું ૧૦૦% પરિણામ આવતા સમગ્ર તાલીમાર્થીઓમાં તથા વાલીઓમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી. કોલેજના આચાર્યા શ્રીમતિ ભારતીબેન ભાવસારે બધી બહેનોને સફળતાની સુભેચ્છઓ આપી હતી અને સંસ્થાના પ્રમુખ શ્રી પી.ડી.વસાવા સાહેબે બધાને અંભિનંદન પાઠવી સફળ જીવનની શુભકામનઓ આપી હતી. અત્રે નોંધનીય છે કે પછાત વિસ્તારમાં રહી આદર્શ શિક્ષકની તાલીમ આપતી આ પી.ટી.સી. કોલેજનું છેલ્લા ત્રણ વર્ષથી ૧૦૦% પરિણામ આવે છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"



