જગન્નાથપુરી મંદિરમાં રાષ્ટ્રપતિ અને તેમની પત્ની સાથે ગેરવર્તણૂંક

0
25

સેવાદારોએ દેશના પ્રથમ નાગરિકને કોણીઓ મારી

મંદિરમાં દર્શન કરવા જતી વખતે ભીડ અને ધક્કામુક્કીનો અનુભવ આપણામાંથી ઘણાને થતો હોય છે પણ તેમાં દેશના પ્રથમ નાગરિક પણ બાકાત રહ્યા નથી.

તાજેતરમાં 18 માર્ચે  રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને તેમના પત્ની સવિતા કોવિંદ ઓરિસ્સાના પ્રસિધ્ધ જગન્નાથ મંદિરમાં દર્શન માટે ગયા હતા.જ્યાં મંદિરના સેવાદારો દ્વારા તેમની સાથે ગેરવર્તણૂંક કરવામાં આવી હોવાનુ બહાર આવ્યુ છે.

મંદિરના વહિવટીતંત્રની મળેલી બેઠકની મીનિટ્સમાંથી આ વાતનો ખુલાસો થયો છે.આ ઘટના સામે આવ્યા બાદ તપાસનો ધમધમાટ શરુ થઈ ગયો છે.જ્યારે રાષ્ટ્રપતિ અને તેમના પત્ની મંદિરમાં પહોંચ્યા ત્યારે ગર્ભગૃહ પાસે મંદિરના સેવાદારોએ તેમનો રસ્તો રોક્યો હતો અને તેમની પત્નીને ધક્કો માર્યો હતો.રાષ્ટ્રપતિને પણ સેવાદારોએ કોણીઓ મારી હતી.

આ ઘટના અંગે રાષ્ટ્રપતિ ભવન દ્વારા વાંધો ઉઠાવાયો છે અને પુરીના કલેક્ટરને આ  અંગે જામ કરવામાં આવી હતી.આ મામલામાં ત્રણ સેવાદારોને નોટિસ આપવાનુ નક્કી કરાયુ છે.

જગન્નાથ મંદિરમાં ભાવિકો સાથે ઉધ્ધતાઈપૂર્વકનુ વર્તન કરાતુ હોવાની વાત નવી નથી.સુપ્રિમ કોર્ટે પણ આ વાતની નોંધ લઈને મંદિરમાં શ્રધ્ધાળુઓની હેરાનગતિ રોકવાના પગલા ભરવા માટે રાજ્ય સરકારને આદેશ આપેલો છે.

 

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY