‘આધાર’નો ડેટા પોલીસ તંત્ર સાથે શેર કરવા કેન્દ્ર સરકારની વિચારણા

0
12

ન્યુ દિલ્હી,તા.૨૨
ગુનેગારોને પકડવા માટે અજ્ઞાત મૃતદેહોની ઓળખ કરવા માટે આધારથી ડેટા પોલીસને શેર કરવામાં આવી શકે છે. કેન્દ્રીય ગૃહમંત્રી રાજ્ય મંત્રી હંસરાજ અહીરે કહ્યુ કે સરકાર આ વાત પર વિચાર કરશે. અહીરે કહ્યુ કે ‘આધારથી જાડાયેલી સૂચના શેર કરવી અને કેદી ઓળખ અધિનિયમમાં સંશોધનને મંજૂરી આપવાના સંબંધિત સૂચનો પર મંત્રાલયમાં ચર્ચા કરવામાં આવશે.’
આહીરે આ જાણકારી ફિંગર પ્રિન્ટ્‌સ બ્યૂરોના નિદેશકોના ૧૯માં અખિલ ભારતીય સંમેલનમાં આપી. આ સૂચન અપરાધ રેકોર્ડ બ્યૂરોના ડાયરેક્ટર ઇશ કુમારે આપ્યો હતો. કુમારે કહ્યુ કે દેશમાં દર વર્ષે આશરે ૫૦ લાખ ગુનાના કેસ દાખલ થાય છે. એમાંથી વધારેમાં વધારે કેસ પહેલી વખત ગુના કરનારના હોય છે. આ લોકો પોતાની આંગળીના નિશાન મૂકી જાય છે. જેનો પોલીસ પાસે કોઇ રેકોર્ડ હોતો નથી.
કુમારના જણાવ્યા અનુસાર, ‘તપાસ માટે પોલીસને આધાર યાદી ઉપલબ્ધ કરાવવી જાઇએ. આ જરૂરી છે કારણ કે ૮૦ થી ૮૫ ટકા મામલા પહેલી વક ગુનો કરનાર લોકોથી જાડાયેલા હોય છે જેનો પોલીસ પાસે રેકોર્ડ હોતો નથી. પરંતુ અપરાધ કરતી વખતે એ એમની આંગળીઓના નિશાન છોડી દે છે.
એમને કહ્યુ કે દર વર્ષે આશરે ૪૦ હજાર અજાણ્યા મૃતદેહ જપ્ત થાય છે. આધાર ડેટા ઉપલબ્ધ હોવા પર એમની ઓળખ કરી શકાય છે અને મૃતદેહને પરિવારના લોકોને સોંપવામાં આવી શકે છે. એમને કહ્યુ રે આધારથી જાડાયેલ મામલો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY