એક મહીનો સુધી નોકરી ન રહે તો PF ની 75 ટકા રકમ લઈ શકો

0
109

નોકરી છુટ્યા પછી એક મહીના સુધી બીજી નોકરી ન મળે તો લાભ લઈ શકો

PF ખાતા ધારકો માટે પોતાના ખાતા સંબંધિત સારા સમાચાર છે સરકારે અગાઉની PF ખાતા સંબંધિત યોજનામાં સુધારો કર્યો છે.જેમાં કર્મચારીને જો એક મહીના સુધી નોકરી ન રહે તો PF ની 75 ટકા રકમ લઈ શકશે પરંતુ આ નિયમ ફક્ત એ લોકો માટે જ છે કે જેની નોકરી છુટ્યા પછી એક મહીના સુધી બીજી નોકરી મળી નથી.

PF ખાતેદારોને EPFO નવી સુવિધા આપવા જઈ રહી છે.વાસ્તવમાં EPFO પોતાની કર્મચારી પ્રોવિડન્ટ ફંડ સ્કીમ 1952માં સંશોધન કર્યુ છે.આ સંશોધન પછી નોકરી છુટ્યા પછી એક મહીના સુધી બીજી નોકરી મળી નથી તો તમે ખાતામાંથી 75 ટકા રકમ ઉપાડી શકાશે.

આ યોજનામાં સાથે જો સળંગ બે મહીના સુધી બેરોજગાર રહો તો બાકીની 25 ટકા રકમ પણ ઉપાડી શકાય. શ્રમમંત્રી સંતોષ કુમાર ગંગવારે સેંન્ટ્રલ બોર્ડની બેઠકમાં જણાવ્યું હતું કે આ યોજનામાં સંશોધન કરવામા આવ્યુ છે જેમાં એક મહીનો સુધી નોકરી ન રહે તો PF ની રકમ લઈ શકો એ પ્રકારનો વિકલ્પ આપવામા આવ્યો છે.ખાતામાંથી રકમ ઉપાડ્યા પછી પણ તે કર્મચારી EPFO સાથે જોડાઈ રહેશે.

– હાલ કેવો નિયમ છે ?
અત્યારે જે નિયમ છે તે મુજબ તે મુજબ જો સભ્ય બે મહીના સુધી બેરોજગાર રહે તો જ તે પોતાના ખાતામાંથી તમામ રકમ ઉપાડી શકે.
શ્રમમંત્રીએ વધુંમાં જણાવ્યુ હતુ કે તેમા રકમ ઉપાડવાની સાથે સાથે ખાતુ પણ ચાલુ જ રહે તે વિકલ્પ આપવામા આવ્યો છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY