કામકાજના સ્થળ ઉપર મહત્વની અસરો પાડતો ચુકાદો
સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચૂકાદો આપ્યો છે. ભારે કામકાજના બોજ હેઠળ દબાયેલો કર્મચારી જો આપઘાત કરી લ્યે તો બોસ એટલે કે માલિક જવાબદાર નથી એવુ સુપ્રીમ કોર્ટે જણાવ્યુ છે. સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે તેની મહત્વની અસરો કામકાજના સ્થળે પડશે તે નક્કી છે. એક જુનીયર કર્મચારીએ પોતાના ઉપરી અધિકારીના કામકાજના દબાણના ત્રાસના કારણે આપઘાત કર્યો હતો અને તેની વિરૂદ્ધ એફઆઈઆર નોંધાઈ હતી જે રદ કરવા માગણી કરવામાં આવી હતી જે સંદર્ભે સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો છે. મહારાષ્ટ્ર સરકારમાં ડીડીઓ તરીકે ઔરંગાબાદની ઓફિસમાં કામ કરતા કિશોર પરાસરએ ઓગષ્ટ ૨૦૧૭માં આપઘાત કર્યો હતો. તેની પત્નિએ આરોપ મુકયો હતો કે મારા પતિએ ઉપરી અધિકારીના ત્રાસ અને કામના દબાણના ભારથી આપઘાત કર્યો હતો. તેણીએ આ અંગેની ફરીયાદ પણ કરી હતી. તેણીએ આરોપ મુકયો હતો કે ઉપરી અધિકારી મારા પતિને ભારેખમ કામકાજ આપતા હતા એટલુ જ નહિ એક મહિના સુધી પગાર પણ બંધ કરી દીધો હતો અને ઈન્ક્રીમેન્ટ પણ સ્ટોપ કરી દેવા ધમકી આપી હતી. ઔરંગાબાદ પોલીસે એફઆઈઆર નોંધ્યા બાદ એ ઉપરી અધિકારી બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચમાં ગયો હતો અને તેણે ફરીયાદ રદ કરવા માગણી કરી હતી. જો કે હાઈકોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી એ પછી ઉપરી અધિકારી સુપ્રીમ કોર્ટમાં ગયા હતા જ્યાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે કોઈ કર્મચારીને કામનુ ભારણ સોંપવુ એ આપઘાતનો આરોપ મુકવાનું કારણ બનતુ નથી કે તે ગુન્હો બનતો નથી. અરૂણ મિશ્રા અને યુ.યુ. લલિતની બેન્ચે એ અધિકારી સામેની એફઆઈઆર પણ કાઢી નાખી હતી. જજમેન્ટમાં જણાવાયુ હતુ કે જો જાણી જોઈને કોઈ વ્યકિતને આપઘાત કરવા પ્રેરવામાં આવે તો આઈપીસી કલમ ૩૦૬ લાગુ પડી શકે છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






