ન્યુ દિલ્હી,તા.૨૭
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કાંગ્રેસ પર ચુટકી લેતા કહ્યુ , ‘જે લોકો ૩૦,૦૦૦ રૂપિયાનો પિત્ઝા ખાય છે તેમને ૧૨,૦૦૦ રૂપિયાની નોકરી દેખાતી નથી.’
કાંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની તરફ ઇશારો કરતાં તેમણે કહ્યુ કે હું એ લોકોને દેખાડવા માંગું છું કે એક નોકરી કેવી રીતે ઉભી કરાય છે. જે લોકોએ ગરીબી જાઇ જ નથી અને તેના અંગે જાણવા માટે રાત્રિના અંધિકારમાં કલાવતી ઘરે જાય છે તે કહે છે કે રોજગારી નથી.
સિંહે કહ્યુ કે અમે ચાર કરોડો લોકોને નોકરી આપી. એ અલગ વાત છે કે તેમાંથી ૭૦ ટકા નોકરીઓ દર મહિને ૧૨,૦૦૦થી ઓછા પગારવાળી હતી.
સાથો સાથ માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝના રાજ્ય મંત્રી ગિરિરાજ સિંહે દેશના ખેડૂતોના આંદોલનને ‘કાંગ્રેસનું ષડયંત્ર’ ગણાવ્યું છે. ગિરિરાજે કહ્યુ હતું કે દેશના કેટલાંય ભાગમાં ખેડૂતો દ્વારા રજૂ કરાયેલ આંદોલન કાંગ્રેસનું ષડયંત્ર છે. ખેડૂતોના આંદોલનને કેટલાંક લોકો જ સમર્થન કરી રહ્યાં છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



