પાઈલટને હાર્ટએટેક આવ્યો છતાં ફલાઈટ લેન્ડ કરી યાત્રિકોને બચાવ્યા

0
33

કોલકાત્તા,તા.૨૭
હવામાં હાર્ટ અટેક આવવો અને ઘણી મુખ્ય ઘમનીઓમાં લોહીનો પ્રવાહ રોકાઈ ગયા બાદ પણ ઈંફાલથી કલકત્તા આવી રહેલી ઈન્ડીગો એરલાઈન્સની ફ્લાઈટના એક પાયલટે યાત્રીઓથી ભરેલા વિમાનને નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સુરક્ષિત ઉતારી લીધુ છે.
સુત્રોએ જણાવ્યુ છે કે વિમાનના કલકત્તા એરપોર્ટ પર ઉતરતા પહેલા કેપ્ટન સલ્વિયો ડિયાઝ એકોસ્ટા (૬૩)એ પોતાના સહાયક પાયલટને છાતીમાં દુખાવાની ફરિયાદ કરી.
તેમને ઘણો પરસેવો આવવા લાગ્યો પરંતુ દુખાવા પર કાબુ મેળવીને તેઓએ શનિવારે સાંજે લગભગ પોણા પાંચ વાગ્યે સહાયક પાયલટની મદદથી વિમાનને સુરક્ષિત ઉતારી લીધુ હતુ.
એકોસ્ટાને તરત જ એરપોર્ટ પરિસર સ્થિત મેડિકલ યુનિટમાં લઈ જવાયા. જ્યાં ઈસીજી અને પ્રાથમિક તપાસ બાદ તેમની ગંભીર હાલતને જાઈને તેમને નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. જ્યાં તેમની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી અને સ્ટેન્ટ લગાવવામાં આવ્યુ. અને આ રીતે તેમનો જીવ બચાવી લેવાયો. એકોસ્ટા ક્યૂબાના રહેવાસી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY