વાલીઓ દ્વારા શાળાની માસીક ફી નહીં ભરવામાં આવતા શાળા સંચાલકોએ વિદ્યાર્થી ને અનેક વાર કર્યા હતા તાકીદ.
ભરૂચ ના નંદેલાવ રોડ પર આવેલી ફેઈથ કલવરી શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ દ્રારા માસીક ફિસ નહીં ભરતાં વાલીઓને ભરવાનું કહેતા વાલીઓ એ સ્કૂલ પર પહોંચી હોબાળો મચાવ્યો હતો.

ભરૂચના નંદેલાવ રોડ પર આવેલી
ફેઈથ કલવરી નોન-ગ્રાટેબલ સ્કૂલમાં આજ રોજ સ્કૂલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ દ્રારા સ્કૂલ ની મંથલી ફી નહીં ભરતાં વારંવાર પેરેન્ટ્સ મિટિંગ કરતા અને લેખિતમાં મોકલવા છતાં, ટેલિફોનિક જાણ કરી હોવા છતાં પણ વાલીઓ દ્રારા ફી નહીં ભરવામાં આવતા આજ રોજ સવારે વિદ્યાર્થીઓને પોતાના વાલીઓને બોલાવી લાવવાનું કહેતા વાલીઓએ સ્કૂલ પર પહોંચી હોબાળો મચાવ્યો હતો.બનાવ અંગે શાળા સંચાલકો દ્રારા પોલીસ બોલવાની ફરજ પડી હતી.
જયારે એક તરફ વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યા હતા કે શાળા તરફ થી ફી ભરવા અંગે શાળા સંચાલક તરફ થી કોઈ જાણ કે કોઈ નોટિસ પણ નહીં આપવામા આવી હોવાના મીડિયા સમક્ષ રજુઆત કરી હતી

જ્યારે શાળા સંચાલકો સાથે મીડિયા એ વાત કરતાં તેવો દ્રારા જણાવામાં આવ્યું હતું કે શાળામાં ૯૦% વિદ્યાર્થીઓની સ્કૂલ ફી બાકી નીકળતી હોઈ અને શાળા નોન ગ્રાન્ટેબલ હોય મેનેજમેન્ટ પણ આ અંગે શું કરી શકે ?
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







