વડોદરા,તા.૨૮
વડોદરામાં આવેલા મુક્તાનંદ ચાર રસ્તા પાસે લૂંટની ઘટના સામે આવી છે. અહીં એટીએમમાં પૈસા જમા કરાવવા આવેલા કર્મચારીઓ પર બે શખ્સો દ્વારા હુમલો કરી લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે અંદાજે ૬ લાખની લૂંટ થઇ છે. તો ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં સમગ્ર ઘટના કેદ થઇ ગઇ હતી.
ગુરુવારે વડોદરા શહેરના મુક્તાનંદ પાસે આવેલા એચડીએફસી બેંકના એટીએમમાં કર્મચારીઓ કેસવાન લઇને પૈસા જમા કરાવવા આવ્યા હતા. આ દરમિયાન અગાઉથી જ રાહ જાઇ રહેલા બે શખ્સો જેવા કર્મચારી પૈસાનું બેગ લઇને આવ્યા તુરંત બેગ ઝૂંટવી ફરાર થઇ ગયા હતા. કર્મચારીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે આરોપીઓ પાસે પિસ્તોલ અને છરી જેવા હથિયાર પણ હતું જેના વડે હુમલો પણ કર્યો હતો. જા કે સિક્યોરિટી ગાર્ડે જણાવ્યું કે લૂંટારુંની બંદૂક મૂકીને ભાગી ગયા છે, જે અમારા કબજામાં છે.
સમગ્ર ઘટના એટીએમમાં લગાવવામાં આવેલા સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. સીસીટીવીમાં દેખાઇ રહ્યુ છે કે બે યુવકો એટીએમ પાસે ઉભા હતા, ત્યારબાદ કેસવાનમાંથી ઉતરીને એક કર્મચારીઓ પૈસા ભરવા માટે આવી રહ્યો છે, જેવો કર્મચારી આગળ આવ્યો તુરંત અગાઉથી રાહ જાઇ રહેલા શખ્સોમાંથી એકે કર્મચારીના હાથમાંથી પૈસા ભરેલી બેગ ઝૂંટી ભાગવા લાગ્યો.બાદમાં કર્મચારી પણ આરોપીઓની પાછળ દોડ્યો પરંતુ આરોપીઓ ફરાર થઇ ગયા હતા. આ દરમિયાન કર્મચારી સાથે હથિયાર સાથે એક સિક્્યોરિટી ગાર્ડ પણ હતો જા કે તે પણ લૂંટ રોકી શક્યો નહીં.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





