ટેકાનો ભાવ નહીં મળે તો આત્મવિલોપન કરીશું : ખેડૂતો રસ્તા ઉ૫ર તુવેર ઠાલવી ખેડૂતોએ ચક્કાજામ કર્યો

0
105

વડોદરા,
તા.૧૮/૦૩/૨૦૧૮

વડોદરાના પાદરા તાલુકાના ખેડૂતોએ ચક્કાજામ કર્યો હતો. રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે તુવેર ખરીદવાનું કેન્દ્ર નહિ અપાતા ખેડૂતો રોડ પર ઉતર્યા હતા. અને રસ્તા પર જ તુવેર ફેંકી હતી. આ આંદોલનમાં મોટી સંખ્યામાં બેનરો સાથે મહિલાઓ પણ જાડાઇ હતી. અને સુત્રોચ્ચાર કર્યો હતો.

વડોદરા જિલ્લામાં ૮ તાલુકા પૈકી એક માત્ર પાદરામાંજ કેન્દ્ર આપવામાં આવ્યું નથી. કિસાન સંઘની આગેવાનીમાં પાદરા જબુંસર હાઇવે રોડ પર મુવાલ ગામ ચોકડીએ પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો. જા ટેકાના ભાવ નહી મળે તો ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. નોંધનીય છે કે પાદરા તાલુકામાં આશરે ૯ હજાર હેકટરમા ૨૫ હજાર ક્વંટલમાં તુવેરનું ઉત્પાદન થાય છે. પોલીસ ઘટના સ્થળે પહોંચીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY