યુએન માનવાધિકાર પરીષદમાં સભ્ય તરીકે ચુંટાયુ ભારત

0
17

વોશિંગ્ટન, તા.૧૩
સંયુક્ત રાષ્ટ્રની ૧૯૩ સભ્યોની મહાસભાએ અહીં સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરીષદ (યુએનએચઆરસી)ના નવા સભ્ય માટે ચુંટણી યોજી હતી. ગુપ્ત મતદાન મારફતે કુલ ૧૮ નવા સભ્યો પસંદ કરવામાં આવ્યા. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના સદસ્યના રુપમાં ભારતે ભારે મતોથી જીત મેળવી છે. સંયુક્ત રાષ્ટ્રની ૧૯૩ સદસ્યોની મહાસભામાં આગામી ત્રણ વર્ષ માટે માનવાધિકાર પરિષદના નવા સદસ્યોની ચુંટણી કરવામાં આવી હતી. પરિષદના સદસ્યો ગુપ્ત મતદાન દ્વારા પૂર્ણ બહુમતના આધારે ચુંટાય છે. પરિષદમાં ચુંટાવવા માટે કોઈપણ દેશને ઓછામાં ઓછા ૯૭ વોટની જરુર હોય છે. ભારતની ૧૮૮ વોટથી જીત થઈ હતી. એશિયા પ્રશાંત ક્ષેત્રમાંથી માનવાધિકાર પરિષદમાં કુલ ૫ સીટો છે. આ માટે ભારત સિવાય બહેરીન, બાંગ્લાદેશ, ફિઝી અને ફિલીપાઈન્સે પોતાનુ નામાંકન ભર્યુ હતું. આ દેશો વચ્ચે ભારતની જીત નક્કી માનવામાં આવી રહી હતી. નવા સદસ્યોનો કાર્યકાળ ૧ જાન્યુઆરી ૨૦૧૯થી શરુ થઈને ત્રણ વર્ષ સુધી ચાલશે. ભારત આ પહેલા ૨૦૧૧થી ૨૦૧૪ અને ૨૦૧૪થી ૨૦૧૭ એમ બે વખત માનવાધિકાર પરિષદનુ સદસ્ય રહી ચુક્યુ છે. ભારતનો અંતિમ કાર્યકાળ ૩૧ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ સમાપ્ત થયો હતો.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY